સાબરકાંઠા જિલ્લા LCB પોલીસ કોન્સ્ટેબલ રૂપિયા 20 હજારની લાંચ લેવા જતા બે મધ્યસ્થીઓની સાથે ACBના છટકામાં આબાદ ઝડપાઇ ગયા છે. જેના પગલે હવે એક પછી એક નવા ખુલાસા થઈ રહ્યા છે. જેમાં છેલ્લા કેટલાક વર્ષોથી પોલીસ પણ દારૂના મુદ્દે મધ્યસ્થી બનતી હોય. તેવી વીડિયો ક્લિપ વાયરલ થઈ છે. આ ઓડિયો ક્લિપમાં ફરિયાદી જે તે સમયે રૂપિયા 60,000ની વાત કરે છે. તેમ જ ત્યાર બાદ 40000 મળ્યાની પણ વાત કરે છે.
સાબરકાંઠા: LCB કોન્સ્ટેબલ 20 હજારની લાંચ લેતા ઝડપાયા બાદ ફરિયાદીની વીડિયો ક્લિપ વાયરલ - Sabarkantha Latest News
સાબરકાંઠા: જિલ્લા LCB પોલીસ કોન્સ્ટેબલ 20 હજારની લાંચ લેતાં એસીબીના હાથે ઝડપાયા બાદ વધુ એક વીડિયો ક્લીપ વાયરલ થયો છે. જેમાં ફરિયાદી મધ્યસ્થીઓની વચ્ચે પોલીસ કોન્સ્ટેબલ સાથે વાતચીત કરે છે. જેમાં છેલ્લા કેટલાય વર્ષોથી ચાલતા ગોરખધંધાનો પર્દાફાશ થયો છે. જેમાં પોલીસ મધ્યસ્થી બની રૂપિયા એક લાખના કમિટમેન્ટ ઉપર દારૂ ભરેલી ગાડી છોડી મૂકવાની વાત ચીત કેદ થઇ છે.
આ સમગ્ર મામલે વાયરલ થયેલી વીડિયો ક્લીપ જે બંને મધ્યસ્થીઓ ACBના હાથે ઝડપાયા છે. તે પણ બેઠેલા દેખાય છે તેમ જ સમગ્ર વાતચીતમાં ફરિયાદી છેલ્લા કેટલાય સમયથી પોલીસ સાથે ધંધાકીય વાતચીત કરતા હોવાનું પણ ખૂલ્યું છે. સાથોસાથ મોબાઇલ ફોનમાં સ્પીકર ફોનથી થતી વાતચીત મુજબ ફરિયાદી અને મોબાઇલમાં વાતચીત કરનાર શખ્સ ઝડપાયેલ કોન્સ્ટેબલ હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે, ત્યારે દારૂ અને પોલીસ આ મામલે વાયરલ થયેલી ઓડિયો ક્લિપ આગામી સમયમાં કેટલાક એવા ખુલાસા કરે છે. તે પણ મહત્વનું બની રહે છે.
જો કે, વાયરલ થયેલ આ ઓડિયો ક્લિપ આગામી સમયમાં પોલીસ અને દારૂના મુદ્દે ચાલતી જુગલબંધીની કેટલી અને કેવી માહિતી બહાર લાવે છે. એ તો આગામી સમય બતાવશે પરંતુ હાલ તો જિલ્લા પોલીસ ઉપર લાગેલા દાગના પગલે સમગ્ર જિલ્લામાં ખળભળાટ સર્જાયો છે, ત્યારે જોવું રહે છે કે, આ વાયરલ થઈ રહેલી વીડિયો ક્લિપની સત્યતાની સાથે-સાથે ઝડપાયેલા LCB કોન્સ્ટેબલ મામલે પોલીસ કેવી ભૂમિકા ભજવે છે. તે મહત્વનું બની રહેશે.