સાબરકાંઠા: સમગ્ર વિશ્વ હાલ કોરોના મહામારી સામે લડી રહ્યું છે. ત્યારે માનવતાને બચાવવા માટે પોતાના જીવની ફિકર કર્યા વિના કોરોના સામે લડી રહેલા ડૉક્ટરો અને આરોગ્યનો નર્સિગ સ્ટાફ સાચા કોરોના યોદ્ધા છે. પોતાના જીવની પરવા કર્યા વિના આ નર્સો આજે પોતાના દર્દીઓની સારસંભાળ કરી રહી છે. ત્યારે વિશ્વની આધૂનિક નર્સિગના સ્થાપક ફ્લોરેન્સ નાઇટિંગલના માનમાં તેમના જન્મદિન નિમિત્તે સમગ્ર વિશ્વ આ દિનને વિશ્વ નર્સિગ ડે તરીકે ઉજવે છે.
સાબરકાંઠામાં પોલીસ દ્વારા કોરોના વોરિયર્સ નર્સોનું વિશેષ સન્માન કરાયું - number of covid-19 patient in sabarkantha
સાબરકાંઠા જિલ્લાની જી.એમ.ઇ.આર.એસ. મેડિકલ કોલેજ હિંમતનગર ખાતે વિશ્વ નર્સિંગ દિનની ઉજવણી નિમિત્તે સાબરકાંઠા પોલિસ દ્વારા નર્સિગ સ્ટાફનું તાળી અને પુષ્ય વર્ષાથી અભિવાદન કરી સન્માન કરવામાં આવ્યું હતું.
કોરોના વાઇરસના દિનપ્રતિદિન વધતાં રહેલા કહેર સામે નર્સ સાચા અર્થમાં આમ જનતાને બચાવવા કામે લાગી છે અને તેનું પરિણામ પણ મળી રહ્યું છે. સાબરકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં 7થી વધારે લોકો કોરોના વાઇરસને માત આપી ચૂક્યા છે.
કોરોના મહામારી જે સમગ્ર વિશ્વને પોતાના ભરડામાં લીધુ છે. ત્યારે આ સમગ્ર વિશ્વની માનવતાને બચાવવા પોતાના જીવની કે પોતાના પરીવારની ચિંતા કર્યા વગર સતત સેવારત એવી નર્સો સાચા અર્થમાં દેવદૂત બની છે. ત્યારે સાબરકાંઠા જિલ્લાની નર્સો પર જિલ્લા પોલીસ દ્વારા તાળી અને પુષ્પ વર્ષા કરી સન્માનીત કરવામાં આવી હતી.