સાબરકાંઠા જિલ્લાના બામણા ગામે ગત 4 જાન્યુઆરીથી સ્વ. ઉમાશંકર જોશી ની યાદમાં રાષ્ટ્રીય સંત મોરારીબાપુની ભાગવત સપ્તાહ શરૂ થઈ છે જેમાં મોરારીબાપુના શરૂઆતથી આજદિન સુધીના નિત્યક્રમ મુજબ ભાગવત સપ્તાહ બાદ ભિક્ષા માંગીને ભોજન કરવાનો ક્રમ યથાવત રહ્યો છે. જોકે ગત રોજ તેમને હિંમતનગર તાલુકાના ગામે દલિતના ઘરે ભોજન કરી સામાજીક એકરૂપતા અને સામાજિક અખંડિતતાના દર્શન કરાવ્યા છે.
સાબરકાંઠામાં મોરારિબાપુએ દલિતના ઘરની ભિક્ષા માંગી ભોજન લઇ સામાજિક અખંડતાના કરાવ્યા દર્શન - સામાજિક અખંડતા
સાબરકાંઠાઃ જિલ્લાના હિંમતનગર તાલુકાના બામણા ગામે હાલમાં રાષ્ટ્રીય કવિનું બિરુદ મેળવી ચૂકેલા સ્વ.ઉમાશંકર જોશીની યાદમાં રાષ્ટ્રીય સંત મોરારી બાપુની કથા યોજાઈ રહી છે જેમાં મોરારીબાપુએ ગતરોજ હિંમતનગર તાલુકાના હુંજ ગામે દલિતના ઘરે ભિક્ષા માંગી ભોજન લઇ સામાજિક એકતાના દર્શન કરાવ્યા હતા.
![સાબરકાંઠામાં મોરારિબાપુએ દલિતના ઘરની ભિક્ષા માંગી ભોજન લઇ સામાજિક અખંડતાના કરાવ્યા દર્શન Moraribapu](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5632451-thumbnail-3x2-moraribapu.jpg)
સામાન્ય રીતે સમાજ સમાજ વચ્ચે ભાગલાવાદી કરી પોતાની રાજકીય રોટલો શેકવા માટે કદાચ આ સંદેશ તમાચા સમાન બની શકે છે. જોકે ગુજરાતના મોટાભાગના ગામડાઓમાં આજે પણ સામાજિક એકરૂપતા હોવાના સમાચારો પ્રગટ થતા રહેશે તેવા સમયે વિવિધ સમાજો વચ્ચે વિરોધાભાસ ની સ્થિતિ લાવી પોતાની કારકિર્દી અને રાજકીય સફર ને લાંબી કરવામાં મશગૂલ નેતાઓ માટે રાષ્ટ્રીય સંતનો આ પ્રયાસ એક ફ્ટકા સમાન બની શકે તેમ છે. આજની તારીખે કેટલાક રાજકિય તત્વો સમાજ વચ્ચે વિરોધાભાસ કરવામાં છેલ્લા કેટલાક સમયથી ખૂબ માહિર અને વિવિધ યુક્તિઓ પ્રવૃત્તિઓ અપનાવી રહ્યા છે ત્યારે રાષ્ટ્રીય સંતનો આ પ્રયાસ આવા તત્વો માટે વિરોધાભાસ બની શકે તેમ છે. જોકે રાષ્ટ્રીય સંતે છેવાડાના ગામડામાં કરેલો આવો પ્રયાસ છેલ્લા કેટલાય વર્ષોથી યથાવત રહ્યું છે જેના પગલે કેટલાક ગામડાઓ એક બની ચૂક્યા છે તેમ જ તેમની એકતા ને પગલે સામાજિક વિરોધાભાસ પણ ઘટી રહ્યા છે.