સાબરકાંઠા જિલ્લામાં કોરોના કહેર યથાવત, વધુ એક દર્દીનું મોત થતા મૃત્યુઆંક 7 થયો - Corona cases in sabarkantha district
સાબરકાંઠા જિલ્લામાં દિન-પ્રતિદિન કોરોના કહેર વધી રહ્યો છે. જેમાં આજે સાબરકાંઠાના ઇડરના ચિત્રોડા ગામના 68 વર્ષીય લખાભાઇ નામના વ્યક્તિનું કોરોનાને કારણે મોત થયું છે તેમજ જિલ્લામાં કોરોનાથી અત્યાર સુધીમાં 7 વ્યક્તિઓના મોત થતાં વહીવટી તંત્રમાં પણ ખળભળાટ જોવા મળ્યો હતો.
![સાબરકાંઠા જિલ્લામાં કોરોના કહેર યથાવત, વધુ એક દર્દીનું મોત થતા મૃત્યુઆંક 7 થયો સાબરકાંઠા જિલ્લામાં કોરોના કહેર યથાવત, આજે વધુ એક દર્દીનું મોત થતા મૃત્યુઆંક 7](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-03:30:32:1594375232-gj-sbr-01-corona-av-7202737-10072020152721-1007f-1594375041-126.jpg)
સાબરકાંઠા જિલ્લામાં કોરોના કહેર યથાવત, આજે વધુ એક દર્દીનું મોત થતા મૃત્યુઆંક 7
સાબરકાંઠા: સમગ્ર વિશ્વ સહિત ભારત અને ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. આજે સાબરકાંઠા જિલ્લામાં વધુ એક કોરોના પોઝિટિવ દર્દીનું મોત થયું છે. જેના પગલે સમગ્ર આરોગ્ય વિભાગ વધુ સતર્ક બન્યું છે. સાબરકાંઠા જિલ્લામાં 220થી વધારે કેસ નોંધાઈ ચૂક્યા છે. તેમ જ અત્યાર સુધીમાં 7 વ્યક્તિઓના મોત થયા છે તેમજ હજુ 60થી વધારે વ્યક્તિઓ હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.