ગુજરાત

gujarat

ETV Bharat / state

સાબરકાંઠામાં વેવાઈ વેવાણના ગળેફાંસો ખાધેલી હાલતમાં મળ્યા મૃતદેહ, હત્યા કે આત્મહત્યા? - વેવાઈ વેવાણ આત્મહત્યા

સાબરકાંઠામાં વડાલીના થેરાસના ગામે સંબંધોને શરમાવે તેવી ઘટના બનતા સમગ્ર જિલ્લામાં ખળભળાટ સર્જાયો છે. વડાલીના થેરાસના ગામે વેવાઈ વેવાણ છ દિવસ પહેલા ઘરેથી ફરાર થયા હતાં. મંગળવારે ખેડબ્રહ્માના આગીયા ગામેથી બંનેના મૃતદેહ લટકતી હાલતમાં મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે.

sabarkantha
sabarkantha

By

Published : Jun 9, 2020, 12:57 PM IST

હિંમતનગરઃ સાબરકાંઠા જિલ્લાના વડાલીના થેરાસણાં ગામે વેવાઈ વેવાણની ઝાડ પર ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે. જેમાં ખેડબ્રહ્માના તાલુકાના દિધીયા ગામની સીમમાંથી લીમડાના ઝાડ પર લટકતી હાલતમાં મૃતદેહ મળી આવ્યા છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી બંનેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

સાબરકાંઠામાં વેવાઈ વેવાણના ગળેફાંસો ખાધેલી હાલતમાં મળ્યા મૃતદેહ
પાંચ છ દિવસ પહેલા વડાલીના થેરાસના ગામેથી વેવાઈ વેવાણ પ્રેમ સંબંધ હોવાના નામે ફરાર થયા હોવાનું સામે આવ્યું હતું. આજે મંગળવારે ખેડબ્રહ્માના આગીયા ગામેથી બન્નેના મૃતદેહો મળી આવ્યાં હતાં. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિયલ ખસેડ્યાં હતાં.

નોંધનીય છે કે આવો જ બનાવ સુરતમાં પણ બન્યો હતો. જેની ચર્ચા સમગ્ર ગુજરાત સહિત દેશમાં પણ ફેલાઈ હતી. પોલીસે આ મામલે પૂર્ણ ગંભીરતાથી હત્યા છે કે આત્મહત્યા તે અંગે તપાસ કરી છે. હાલમાં પોલીસે બંને મૃતદેહોને ખેડબ્રહ્મા પોસ્ટમોર્ટમ રૂમ ખાતે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details