ગુજરાત

gujarat

ETV Bharat / state

સાબરકાંઠામાં 10 દર્દીઓએ કોરોનાને માત આપી - corona in gujrat

હાલમાં સાબરકાંઠામાં હિંમતનગર તાલુકામાં કોરોનાના સૌથી વધુ 122 કેસ છે. પ્રાંતિજમાં 64, ઇડરમાં 31, તલોદમાં 22, વડાલીમાં 14, ખેડબ્રહ્મામાં 12, વિજયનગરમાં 9 અને પોશીના તાલુકામાં 3 કેસ નોંધાયા છે.

સાબરકાંઠામાં 10 દર્દીઓ કોરોનાથી સ્વસ્થ થતા રજા આપવામાં આવી..
સાબરકાંઠામાં 10 દર્દીઓ કોરોનાથી સ્વસ્થ થતા રજા આપવામાં આવી..

By

Published : Jul 15, 2020, 8:24 PM IST

સાબરકાંઠાઃ જિલ્લાના 10 દર્દીઓએ કોરોનાને માત આપી સ્વસ્થ થતા હોસ્પિટલથી રજા આપવામાં આવી છે. સાબરકાંઠા જિલ્લામાં બુધવારે આવેલા રિપોર્ટ મુજબ નવા 9 કેસ સામે આવ્યા હતા. જેમાં હિંમતનગર શહેરના દરિયા પાર્ક સોસયટીમાં 30 વર્ષીય મહિલા, વ્હોરવાડમાં 32 વર્ષીય યુવક, પોલો ગ્રાઉન્ડમાં 72 વર્ષીય વૃધ્ધા અને 52 વર્ષીય પુરુષ, મદીના મસ્જિદ સ્ટ્રીટ વિસ્તારમાં 75 વર્ષીય વૃધ્ધ, મદની સ્ટ્રીટ વિસ્તારમાં 26 વર્ષીય યુવક, ભોલેશ્વરમાં વર્ષીય પુરુષ, મુફભા મસ્જિદ નજીક 72 વર્ષીય વૃદ્ધ તથા વડાલીના 24 વર્ષીય યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા.

જિલ્લામાં કોરોનાના 267 કેસ નોંધાયા છે, તેમજ અત્યાર સુધીમાં જિલ્લામાં 187 દર્દી કોરોના મુક્ત થયા છે અને 7 દર્દીઓના દુ:ખદ અવસાન થયા છે તેમજ 75 દર્દી સારવાર હેઠળ છે.

ABOUT THE AUTHOR

...view details