ગુજરાત

gujarat

ETV Bharat / state

આવકની સાથે કુદરતનું જતન કરતી મહિલાઓ, સખી મંડળની બહેનોએ મળીને કર્યું અદભુત કામ - ગ્રીન પોશીના અભિયાન

સાબરકાંઠાના પોશીનામાં વૃક્ષારોપણનો વ્યાપ વધે અને પોશીના (Concept of green Poshina)તાલુકો હરીયાળો બને તે માટે સિડ બોલ (Seed Ball)બનાવાનું કાર્ય પાર પાડવામાં આવ્યું છે. દંત્રાલ ગામે મિશન મંગલમ્ અને મનરેગા યોજનાના કન્વર્ઝનથી પાંચ સખી મંડળની 54 બહેનો દ્વારા 2.70 લાખ સીડ બોલ બનાવવાનું કાર્ય કર્યું છે.

સાબરકાંઠામાં આવકની સાથે કુદરતનું જતન કરતી મહિલાઓ, સખી મંડળની 54 બહેનોએ 2.70 લાખ સિડ બોલ બનાવ્યા
સાબરકાંઠામાં આવકની સાથે કુદરતનું જતન કરતી મહિલાઓ, સખી મંડળની 54 બહેનોએ 2.70 લાખ સિડ બોલ બનાવ્યા

By

Published : Jun 15, 2022, 1:15 PM IST

સાબરકાંઠાઃ જિલ્લાના પોશીના તાલુકો બહુધા આદિજાતિ વસ્તી ધરાવતો તાલુકો છે. આ વિસ્તારમાં વૃક્ષારોપણનો વ્યાપ વધે અને પોશીના તાલુકો હરીયાળો બને તે માટે દંત્રાલ ગામે મિશન મંગલમ્ અને મનરેગા યોજનાના કન્વર્ઝનથી પાંચ સખી મંડળની 54 બહેનો દ્વારા 2.70 લાખ સિડ બોલ બનાવાનું ભગીરથ કાર્ય પાર પાડવામાં આવ્યું છે. "ગ્રીન પોશીના કોન્સેપ્ટ" માટે(Concept of green Poshina)બહેનોએ 28 દિવસમાં સીડ બોલ બનાવવાની કામગીરી પૂર્ણ કરી બોળા ડુંગરોને હરીયાળા કરવાની નવતર પહેલ દંત્રાલની આદિજાતી બહેનોએ કરી છે.

આ પણ વાંચોઃવૃક્ષોની સંખ્યા વધારવા અનોખો 'સીડ બોલ થ્રોઇંગ' પ્રયોગ

2.70 લાખ સીડ બોલ બનાવ્યાં -સુશિલાબહેન ડાભી જણાવે છે કે, દંત્રાલના પાંચ સખી મંડળો સાબરમતી સખી મંડળ, મહેશ્વરી સ્વ-સહાય જૂથ, ભુમિકા સખી મંડળ, ઘોગા સખી મંડળ, ચેતેશ્વર સ્વ સહાય જૂથ મળી 54 બેહેનોએ મનરેગા અંતર્ગત 28 દિવસમાં 2.70 લાખ સીડ બોલ બનાવ્યા છે. આ સીડ બોલ બનાવવા સ્થાનિક માટી, છાણીયુ ખાતર અને બીજનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બહેનોને દિવસના રૂપિયા 230 લેખે 28 દિવસમાં રૂપિયા 6440 વેતન એક બહેનને ચૂકવવામાં આવ્યું હતું. આવકની સાથે સાથે અમે પર્યાવરણની સેવા અને કુદરતનું જતન કરતા હોવાનો આત્મ સંતોષ પણ અનુભવીએ છીએ. હાલમાં પડાપાટના ડુંગર વિસ્તારોમાં આ સીડબોલ વાવવાની શરૂઆત કરવામાં આવી છે. જેથી વરસાદની શરૂઆત થતા જ આ બીજ અંકુરીત થઈ વૃક્ષ બનવાની સફર શરૂ કરી શકે.

એક વર્ષ સુધીમાં આ વિસ્તાર હરીયાળો બનશે -વધુમાં જણાવે છે કે, આદિજાતી વસ્તી કુદરતના ખુબ જ નજીક રહી ને જીવે છે. અમે અમારી આવનારી પેઢીઓને હરીયાળુ અને સ્વચ્છ પર્યાવરણ આપવા માંગીએ છીએ. વૃક્ષો માત્ર મનુષ્યો માટે નહી પરંતુ જીવ જંતુઓ, પક્ષી- પશુઓ તમામનુ જીવન છે. વૃક્ષો પ્રાણ વાયુ આપે છે તેથી વૃક્ષોની જરૂરીયાત કોરોના સમયમાં સૌ કોઇને સમજાઇ છે. આજે આ વિસ્તારમાં જે સીડ બોલ અમે વાવી રહ્યા છીએ તેનું જતન કરી આવતા વર્ષ સુધીમાં આ વિસ્તાર હરીયાળો બનશે.

આ પણ વાંચોઃસાણંદમાં બાળકો દ્વારા અનોખી રીતે પર્યાવરણ બચાવ અભિયાન હાથ ધરાયું

ગ્રીન પોશીના અભિયાન -આ અભિયાન થકી સીતાફળ, આંબલી, આમળા, સરગવો, ખાખરો, સેવન, ખેર, ગુલમહોર આમ સ્થાનિક વાતાવરણને અનુકૂળ વૃક્ષોનું વાવેતર કરી સ્થાનિક લોકોને રોજગારી મળે અને પોશીના વિસ્તારમાં હરીયાળી વધે તે ઉદ્દેશ્યથી ગ્રીન પોશીના અભિયાનની શરૂઆત કરાવવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details