- સાબરકાંઠા અરવલ્લી જિલ્લાની ક્ષત્રિય હિતકારિણી સભા યોજાઈ
- ઈડરિયો ગઢ ઇતિહાસની અમર વિરાસત
- રાજકોટ ખાનગી સંસ્થાને ટ્રસ્ટમાં બક્ષીસ આપતા વિવાદ
સાબરકાંઠા :અંગ્રેજો સામે હાર ન માનનાર ઈડરિયો ગઢ સ્થાનિક રાજકારણીય તેમજ સામાજિક પરિસ્થિતિઓના પગલે વેચવાની અણી ઉપર છે. જોકે રાજકોટની ખાનગી સંસ્થાને બક્ષિસમાં આપી દેવાના હિતકારિણી સભાએ લીધેલા નિર્ણય સામે આજે સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના તમામ સભ્યોની બેઠક ઈડર ગઢ ખાતે મળી હતી. જેના પગલે ઇડરગઢએ ઇતિહાસનું ઉંમર શું છે સાથોસાથ સમગ્ર ગુજરાત સહિત ભારતમાં ઐતિહાસિક વિરાસત સમાન છે. જોકે ભારતમાં વીર યોદ્ધા તરીકે પ્રખ્યાત મહારાણા પ્રતાપ સાથે જોડાયેલા આ ગઢ હવે તેની વીરતા ગુમાવે તેવી સ્થિતિ ઊભી થઈ છે.
ગઢ બચાવવા માટે મરણિયો જંગ ખેલવા તૈયાર
સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાના તમામ ક્ષત્રિય હિતકારિણી સભાના સભ્ય સહિત ઇડરના સ્થાનિક લોકોને અગ્રણીઓ પણ સભામાં હાજર રહ્યા હતા.ઈડર ગઢ મામલે આગામી સમયમાં આજે ચોક્કસ નિર્ણય વિસરાતી વિરાસતને બચાવવાના મામલે કોઈ મોટો નિર્ણય થઇ શકે તેમ છે.સ્થાનિક સદસ્ય સહિત અગ્રણીઓની વાત માનીએ તો ગઢ બચાવવા માટે મરણિયો જંગ ખેલવા તૈયાર છે. તેમજ ઇતિહાસનો અલંકૃત વારસો બચાવવા તમામ બલિદાન આપવા જ બનશે. ત્યારે જ નહીં આગામી સમયમાં આજે મળેલી બેઠક કેટલા અને કેવા નિર્ણય લે છે. તેમ જ આજે લેવાયેલા નિર્ણયની આવનારા સમયમાં કેવી અસર ઉભી થાય છે.
ઈડર ગઢ ઈતિહાસને અમર વિરાસત