સાબરકાંઠાસમગ્ર ગુજરાતમાં લાકડાના રમકડાં માટે ઈડર શહેર પ્રખ્યાત (Idar wooden toys market) હતું. જોકે, હાલમાં માત્ર 2થી 3 વેપારી નામ પૂરતા જ આ વ્યવસાય સાથે (wooden toys market ) જોડાયેલા છે. તેમ જ આગામી સમયમાં સરકાર દ્વારા લાકડાના રમકડાં બનાવનારા કારીગરો (wooden toy makers ) માટે સહાય જાહેર કરાય તેવી માગ ઊઠી છે. જો આમ નહીં થાય તો મૃતપ્રાય બની રહેલો આ વ્યવસાય સંપૂર્ણપણે નાશ પામશે તે નક્કી છે.
ઈડર હતું પ્રખ્યાત સમગ્ર ગુજરાત સહિત ભારતભરમાં લાકડાના રમકડાં (wooden toys business) બનાવવા માટે ઈડર શહેરનું નામ પ્રખ્યાત હતું. જોકે છેલ્લા કેટલાક સમયથી દિનપ્રતિદિન વિદેશી રમકડાં સહિત ચીની બજાર (chinese toys in india) પ્રવેશતા હાલમાં ઈડર શહેરના લાકડાનાં રમકડા બનાવનારાઓની (wooden toy makers ) હાલત કફોડી થઈ છે. તેના કારણે 300થી વધુ કારીગરોની સામે હાલમાં 3થી 4 કલાકારો લાકડાના રમકડાં બનાવી રહ્યા છે. જોકે, એમાં પણ હવે કોઈ ખાસ આવક ન રહેતા હવે સ્થાનિક લોકો લાકડાના રમકડાં બનાવવાનું છોડી અન્ય બાબતો તરફ વળ્યા છે. જેમાં સૌથી વધારે આવક મળતી હોય તેવા રોજગારીને પ્રાથમિકતા આપી રહ્યા છે.
કારીગરો હવે અન્ય કામ તરફ વળ્યા તેમ જ લાકડાના રમકડાંની જગ્યાએ હવે આ કલાકારો નવરાત્રિના દાંડિયા સહિત આડની વેલન બનાવી રોજગારી મેળવી રહ્યા છે. સામાન્ય રીતે 20થી લઈ 1,000 રૂપિયા સુધીના અલગ-અલગ લાકડાના રમકડાં બનતા હતા. જોકે, ચીની બજારના રમકડાં (Chinese toys) ક્ષેત્રે પ્રવેશ કરતા દરેક લોકો લાકડાના રમકડાંનો ઓછો ઉપયોગ કરી રહ્યા છે. તેમ જ ચીની બજારને વધારે મહત્વ આપતા હવે વેપારીઓ પણ સમગ્ર વ્યવસાય છોડીને અન્યત્ર સ્થાયી થવા લાગ્યા છે.