ગુજરાત

gujarat

ETV Bharat / state

સાબરકાંઠાના વડાલીમાં અનોખી રીતે થાય છે હોલિકા દહન - sabarkantha latest news

સમગ્ર ભારતમાં હોલિકા દહનની ધામધૂમપુર્વક ઉજવણી કરવામાં આવે છે. જોકે ગુજરાતના વડાલી તાલુકાના કડીયાદરા ગામ ખાતે અનોખી રીતે ઉજવાતી કરાઇ હતી. આ ગામમાં હોળી પ્રગટાવવા માટે કુદરતી રીતે અગ્નિ પેદા કરી હોલિકા દહન કરવામાં આવે છે જે બીજે ક્યાંય પણ જોવા મળતું નથી.

સાબરકાંઠાના વડાલીમાં કડિયાદરા ગામ અનોખી રીતે પ્રગટાવાય છે હોળી સમગ્ર વિસ્તારમાં આસ્થાનું પ્રતિક
સાબરકાંઠાના વડાલીમાં કડિયાદરા ગામ અનોખી રીતે પ્રગટાવાય છે હોળી સમગ્ર વિસ્તારમાં આસ્થાનું પ્રતિક

By

Published : Mar 10, 2020, 1:58 AM IST

Updated : Mar 10, 2020, 2:37 AM IST

સાબરકાંઠા : જિલ્લાના વડાલી તાલુકાના કડીયાદરા ગામે પ્રગટાવવામાં આવતી હોળી સમગ્ર ગુજરાતમાં અનોખી છે. આ ગામમાં વાંસ, પથ્થર તેમજ સુકા ઘાસ થકી કુદરતી રીતે અગ્નિ પ્રગટાવવામાં આવે છે. જેમાં ઓછામાં ઓછા છ થી સાત કલાકનો સમય લાગે છે. તેમજ ગામના મોટાભાગના સમુદાયો એકત્રિત થઈ હોલિકા દહન ઉજવે છે.

સાબરકાંઠાના વડાલીમાં અનોખી રીતે થાય છે હોલિકા દહન

આ સમગ્ર હકીકત પાછળ સ્થાનિકોનું એવું કહેવુ છે કે હોળીએ એકમાત્ર એવો તહેવાર છે. જેમાં કુદરતે આપેલી તાકાત, શક્તિ અને સમજણ થકી વર્ષ દરમિયાન કુટુંબના સભ્યો વચ્ચે થયેલા કોઈપણ વિખવાદનું વસ્તુઓનું દહન કરી એકતાનો ભાવ જળવાય છે અને માનવજીવન ઉત્તમ બને છે. હોલિકા દહન માટે વપરાતી તમામ સામગ્રી પણ એ જ સૂચવે છે કે વર્ષ દરમિયાન કુદરત જે રીતે વિવિધતામાં એકતાનો સૂર રાખે છે. તેમ માનવજીવનમાં પણ વિવિધતાઓ હોવા છતાં એકરૂપ બનવાનો પ્રયાસ કરવો જોઈએ.

Last Updated : Mar 10, 2020, 2:37 AM IST

ABOUT THE AUTHOR

...view details