હિંમતનગર પોલીસે દારૂની હેરાફેરી મામલે 6 લાખના મુદ્દામાલ સહિત 2ની અટકાયત કરી - Sabarkantha news
સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર A ડિવિઝન પોલીસને મોટી સફળતા મળી છે. જેમાં ઇડરથી હિંમતનગર તરફ ટેમ્પો દારૂ ભરીને આવી રહી છે. તેવી બાતમી મળતા A ડિવિઝન પોલીસ બાતમીના આધારે ચેકિંગ હાથ ધરી 6 લાખથી વધારેના મુદ્દામાલ સાથે 2 આરોપીની અટકાયત કરી છે.
હિંમતનગર પોલીસે ગુપ્ત રાહે દારૂની હેરાફેરી મામલે 6 લાખના મુદ્દામાલ સહિત 2 આરોપીઓની કરી અટકાયત
સાબરકાંઠા: જિલ્લામાં હિંમતનગર A ડિવિઝન પોલીસને ગુરુવારે મોટી સફળતા મળી છે. જેમાં ઇડરથી હિંમતનગર તરફ ટેમ્પો દારૂ ભરીને આવી રહી છે, તેવી બાતમી મળતા A ડિવિઝન પોલીસ બાતમીના આધારે ચેકિંગ હાથ ધરી 6 લાખથી વધારેના મુદ્દામાલ સાથે 2 આરોપીની અટકાયત કરી છે.