હિંમતનગરમાં નાયબ પોલીસ અધિક્ષકને બાતમી મળી હતી કે, સાબરડેરી પાસે આવેલાં તૃષ્ણા ગેસ્ટહાઉસમાં કૂટણખાણનું ચલાવવામાં આવે છે. માહિતી મળ્યાં બાદ પોલીસે ગેસ્ટ હાઉસમાં નકલી ગ્રાહક બની બે અલગ-અલગ ટીમ દ્વારા વોચ રાખી હતી.
હિંમતનગરમાં કૂટણખાનું ચલાવતા 5 આરોપીની ધરપકડ કરાઈ - હિંમતનગર ન્યૂઝ
સાબરકાંઠાઃ જિલ્લાના હિંમતનગરમાંથી કૂટણખાનું ઝડપાયું છે. તૃષ્ણા ગેસ્ટહાઉસમાં દેહવ્યાપાર ચલાવતાં હૉટલના માલિક અને ગ્રાહક સહિત 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.
હિંમતનગરમાં કૂટણખાનું ચલાવતા 5 આરોપીની ધરપકડ કરાઈ
આ દરમિયાન કૂટણખાનું ચલાવતા ગણપત ખટીક, શામલાલ ખટીક, નજર સૈયદ, ઉમારામ રબારી અને વારીસ કાદરી સહિત 5 આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસે ઘટનાસ્થળેથી આરોપીઓ પાસેથી રોકડ રકમ સહિત મોબાઈલ જપ્ત કર્યા હતાં, ત્યારબાદ આરોપીઓની પ્રાથમિક તપાસ કર્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.