ગુજરાત

gujarat

ETV Bharat / state

અદ્ભુતઃ સાબરકાંઠાના ઈડરની હેલી પ્રજાપતિને 200 વર્ષનું કેલેન્ડર છે મોઢે

21મી સદીમાં યાદશક્તિ એ સૌથી મોટો મુદ્દો બની રહ્યો છે ત્યારે સાબરકાંઠાના ઇડરમાં M.SCનો અભ્યાસ કરતી હેલી પ્રજાપતિ નામની યુવતીએ છેલ્લા 200 વર્ષમાં કેલેન્ડરને મોઢે કરી એક નવો ચીલો ચીતર્યો છે સામાન્ય રીતે એક વર્ષમાં કયા મહિનામાં કઈ તારીખે કયો વાર આવે છે તે જોવા સહજ રીતે કેલેન્ડરનો સહારો લેવો પડતો હોય છે, પરંતુ સાબરકાંઠાના ઈડરની હેલી પ્રજાપતિને 200 વર્ષનું કેલેન્ડર મોઢે છે.

સાબરકાંઠાની હેલી પ્રજાપતિની અદ્ભુત યાદશક્તિ
સાબરકાંઠાની હેલી પ્રજાપતિની અદ્ભુત યાદશક્તિ

By

Published : Mar 8, 2021, 4:56 PM IST

  • સાબરકાંઠાની હેલી પ્રજાપતિની અદ્ભુત યાદશક્તિ
  • હેલી પ્રજાપતિના પિતા છે શિક્ષક
  • માત્ર ૩૦ સેકન્ડમાં આપે છે જવાબ

સાબરકાંઠાઃઇડરમાં બેચરભાઈ પ્રજાપતિ પોતે શિક્ષક હોવાના નાતે તેમની દીકરી હેલી પ્રજાપતિને શરૂઆતથી જ માનસિક રીતે સક્ષમ બનાવવા ઉપર ભાર મૂક્યો હતો. હેલી પ્રજાપતિને કંઈક નવું કરવાની ઈચ્છા બાળપણથી લાગી હતી. જે અંતર્ગત હેલી પ્રજાપતિએ 200 વર્ષના કેલેન્ડરને મોઢે યાદ કરી નાખ્યું છે. 200 વર્ષમાં કયા મહિનામાં કઈ તારીખે કયો વાર આવે છે તે હેલી પ્રજાપતિ સેકન્ડોમાં જણાવી આપે છે. જોકે સામાન્ય માનવી માટે આગામી માસમાં કઈ તારીખે કયો વાર છે તે જાણવું હોય તો કેલેન્ડરનો સહારો અવશ્ય લેવો પડે છે. કેલેન્ડર વગર એક માસ અગાઉ કઈ તારીખે કયો વાર આવે છે તે જાણી શકાતું નથી ત્યારે હેલી પ્રજાપતિએ પોતાના અભ્યાસની સાથોસાથ વિશિષ્ટ તૈયારીના ભાગરૂપે 200 વર્ષનું કેલેન્ડર મોઢે કરી નાખ્યું છે. જેમાં કયા મહિનામાં કેટલા રવિવારથી લઈ કઈ તારીખે કયો વાર આવે છે તે સાહજિક રીતે જણાવી આપે છે.

હેલી પ્રજાપતિને 200 વર્ષનું કેલેન્ડર છે મોઢે

આ પણ વાંચોઃ#HappyWomensDay: ગોધરાનું ગૌરવ પ્રજ્ઞાચક્ષુ હેપી દેસાઈને

હેલી પ્રજાપતિની પ્રતિભાને શોધ સ્પર્ધામાં પણ સન્માનિત કરવામાં આવી

સામાન્ય રીતે એકાદ વર્ષના મહિના અને તારીખ યાદ કરવા કેલેન્ડરની જરૂર પડતી હોય છે ત્યારે સાબરકાંઠાની હેલી પ્રજાપતિને 200 વર્ષનું કેલેન્ડર મોઢે છે. માત્ર ૩૦ સેકન્ડની અંદર કઈ તારીખે કયો વાર આવે છે તે સહજતાથી હેલી પ્રજાપતિ જણાવી આપે છે. જોકે આ માટે તેને તૈયાર કરેલો આલેખ ખૂબ મહત્વનો બની રહ્યો છે. આ મામલે તેમની પ્રતિભા શોધ સ્પર્ધામાં પણ સન્માનિત કરવામાં આવી છે. આગામી સમયમાં હેલી પ્રજાપતિ હજી પણ વધુ યાદશક્તિ રાખવાના પ્રયાસ કરી રહી છે.

આ પણ વાંચોઃઆંતરરાષ્ટ્રીય મહિલા દિવસઃ જૂનાગઢની બહેનોએ ગૌશાળામાં કરી ઉજવણી

પોતાનાં માતા-પિતાનો સવિશેષ આભાર

હેલી પ્રજાપતિના પિતા વ્યવસાયે શિક્ષક છે. તેમને બાળપણથી જ હેલી પ્રજાપતિને માનસિક રીતે તમામ ક્ષેત્રે વિકસિત થાય તે માટેનો પ્રયાસ હાથ ધર્યો હતો. જોકે હેલીએ પણ માતા-પિતાની ઈચ્છા પૂર્તિ માટે બાળપણથી જ કંઈક વિશેષ કરવાની તૈયારી કરી હતી. જે અંતર્ગત 200 વર્ષનું કેલેન્ડર સહજતાથી જણાવી આપે તે પ્રકારે તેને તૈયારી કરી છે. જેના પગલે આસપાસના વિસ્તારોમાં પણ હવે હેલી પ્રજાપતિ પ્રશંશાને પાત્ર બની છે. જોકે હાલમાં હેલી પ્રજાપતિ M.SCનો અભ્યાસ કરવાની સાથોસાથ હજુ પણ આગામી સમયમાં પોતાના માતા-પિતાનું નામ રોશન કરવાની ઈચ્છા ધરાવે છે.

અદ્ભુતઃ સાબરકાંઠાના ઈડરની હેલી પ્રજાપતિને 200 વર્ષનું કેલેન્ડર છે મોઢે

ABOUT THE AUTHOR

...view details