ગુજરાત

gujarat

ETV Bharat / state

સાબરકાંઠા જિલ્લામાં ગુજકેટની પરીક્ષા યોજાઈ, 500થી વધુ વિદ્યાર્થીઓ રહ્યા ગેરહાજર - Examination amid corona epidemic in Gujarat

સાબરકાંઠા જિલ્લામાં ગુજકેટની પરીક્ષા દરમિયાન 3 હજારથી વધારે વિદ્યાર્થીઓની પરીક્ષા યોજવા માટે વહીવટી તંત્ર દ્વારા 16 જેટલા પરીક્ષા કેન્દ્રોમાં કોરોના મહામારીને પગલે તમામ તૈયારીઓ સાથે પ્રવેશ આપવામાં આવ્યો હતો. જેમાં 500થી વધારે વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.

સાબરકાંઠા જિલ્લામાં ગુજકેટની પરીક્ષા યોજાઈ
સાબરકાંઠા જિલ્લામાં ગુજકેટની પરીક્ષા યોજાઈ

By

Published : Aug 25, 2020, 8:09 PM IST

સાબરકાંઠા: સમગ્ર ગુજરાતમાં કોરોના મહામારી દરમિયાન મંગળવારના રોજ ગુજકેટની પરીક્ષા લેવાઇ હતી. જેમાં સાબરકાંઠા જિલ્લાના વિદ્યાર્થીઓ માટે હિંંમતનગરના અલગ-અલગ 16 જેટલા કેન્દ્રોમાં પરીક્ષાની વ્યવસ્થા કરાઇ હતી. આ પરીક્ષામાં 3 હજારથી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જોકે 500થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષામાં ગેરહાજર રહ્યા હતા. કોરોના મહામારીને પગલે સામાજિક અંતર જાળવવું, સેનેટાઈઝરનો ઉપયોગ તેમજ આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખીને પરીક્ષા આપવામાં આવી હતી.

સાબરકાંઠા જિલ્લામાં ગુજકેટની પરીક્ષા યોજાઈ

દરેક બિલ્ડીંગ અને રૂમમાં CCTV સર્વેલન્સ રાખવામાં આવ્યું હતું. જેના દ્વારા ગુજકેટની પરીક્ષામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તેનું પણ ધ્યાન રાખવામાં આવ્યું હતું. સાબરકાંઠા જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષાઓ પૂર્ણ કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details