સાબરકાંઠા: ગુજરાત અને રાજસ્થાન બોર્ડર ફરી એક વખત સીલ કરવામાં આવી છે જેમાં કોરોના વાઇરસના વધતા જતા સંક્રમણને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજસ્થાનની સાબરકાંઠાની બોર્ડર બંધ કરાઇ છે. તેમજ જે લોકો પાસે પાસ છે. તેઓ વિના વિરોધે રાજ્ય બોર્ડર પાર કરી શકશે.
સાબરકાંઠા જિલ્લામાં રાજસ્થાન જવા માટે વિવિધ બોર્ડર આવેલી છે. જે પૈકી મહત્વની ગણાતી તમામ બોર્ડર સરકાર દ્વારા બંધ કરી દેવાઇ છે. જે અંતર્ગત વિના પાસ પરમીટે ફરનારા વાહનો બોર્ડર પર અટકાવી દેવામાં આવ્યા છે. તેમજ જે તે વાહન ચાલક પાસે પાસ પરમીટ હોય તેમને રાજસ્થાનમાં જવાની છૂટ આપવામાં આવી છે.
રાજસ્થાનમાં છેલ્લા કેટલાક સમયથી કોરોનાની સંખ્યા જોખમ સ્વરૂપે આગળ વધી રહી છે, ત્યારે રાજસ્થાન સરકારે ગુજરાત સાથેની તમામ બોર્ડ ડ્રો સીલ કરી છે જેના પગલે ગુજરાતમાંથી રાજસ્થાન તરફ જનારા તમામ વાહનો પર અટ કાવ્યા છે. સાથો સાથ કોરોના સંક્રમણ અટકાવવા માટે રાજસ્થાન સરકારે આ મહત્વનું પગલું ભર્યું છે.