ગુજરાત

gujarat

ETV Bharat / state

પહાડોની સુંદરતા જોઈને ગુજરાતમાં સારવાર બાદ પોતાના દેશ જવાનું મન ન થયું - foreign tourist gujarat

પોશીનીના પ્રવાસીને (foreign tourist) કાંડાનું ફ્રેક્ચર થતાં ઇડરની ખાનગી મેડિકલ સારવારનો સારો અનુભવ થયો છે. હાથના કાંડાની સારવાર બાદ બેસ્ટ ફિલીંગનો અહેસાસ થતાં તેઓએ કહ્યું કે, પહાડોની સુંદરતા અને ગુજરાતના માનવી મને ખુબ દયાળુ લાગ્યા મને મારાં દેશ પરત જવાનું મન થતું નથી. (foreign tourist treatment in Idar)

પહાડોની સુંદરતા જોઈને ગુજરાતમાં સારવાર બાદ પોતાના દેશ જવાનું મન ન થયું
પહાડોની સુંદરતા જોઈને ગુજરાતમાં સારવાર બાદ પોતાના દેશ જવાનું મન ન થયું

By

Published : Jan 19, 2023, 10:24 PM IST

USAની મહિલાએ ઈડરમાં સારાવાર બાદ ગુજરાતના કર્યા વખાણ

સાબરકાંઠા :ભારતીય સંસ્કૃતિ અતિથિ દેવો ભવની ભાવના સાથે વણાયેલી છે. મહેમાનને ભગવાનનું સ્વરૂપ માનનાર આપણા દેશના રીત રીવાજો નોખા અને સંસ્કૃતિ નીરાલી છે. આવી અતિથિ ભાવનાને સાચા અર્થમાં સાર્થક કરી બતાવ્યું છે. ગુજરાતની ખાનગી ઓર્થોપેડિક હોસ્પિટલ જેને વિદેશી મહિલાની સેવા સારવાર અને આતિથ્ય ભાવને સાકાર કરી દેશની સંસ્કૃતિનો પરિચય કરાવ્યો છે. આ વાત છે, સાબરકાંઠા જિલ્લાની ઇડર શહેરની ખાનગી ઓર્થોપેડિક હોસ્પિટલમાં USA ના બોસ્ટન શહેરની 80 વર્ષીય એનસ્ટેસી કોલને હાથના કાંડાની સારવાર કરાવી છે.

આ પણ વાંચો :karnataka: વિદેશી મહિલાનો રોડ કિનારે વાયોલિન વગાડીને કમાણી કરતાનો વિડીયો થયો વાઈરલ

15 દિવસીય ભારતની ટુરવિદેશી મહિલા એનસ્ટેસી કોલ અને બીજા 20થી 25 વિદેશી લોકો 15 દિવસીય ભારતની ટુર કરવા માટે આવેલા છે. ગુજરાતની ટૂરના ભાગરૂપે તેઓ અમદાવાદથી હડાદ પોશીના આવી પહોંચ્યા હતા. જ્યાં કાંડાનું ફ્રેક્ચર થતાં ટુર મેનેજર અને દરબાર ગઢના મેનેજરે વિદેશી મહિલા એનસ્ટેસી કોલને ઇડર ખાતેની ખાનગી ઓર્થોપેડિક હોસ્પિટલ ખાતે લઇ આવ્યા હતા. જોકે હોસ્પિટલ ખાતે એનસ્ટેસી કોલને તાત્કાલિક યોગ્ય સારવારમાં પ્લેટિંગ કરી ઓપરેશન કરવામાં આવ્યું હતું. હોસ્પિટલ દ્વારા વિદેશી અતિથિ ભાવ સાથે મહિલા દર્દીને સવિશેષ સારવાર આપવામાં આવી હતી. જેમાં હોસ્પિટલ દ્વારા જમવાની વ્યવસ્થા, 24 કલાક સેવામાં સ્ટાફ અને તેમણે પોતાના ટુર સાથે જોડાવા માટે સ્પેશિયલ કારની વ્યવસ્થા કરાઈ હતી.

આ પણ વાંચો :બન્ની પશુ મેળામાં કચ્છીમાડુનો પશુ સાથેનો પ્રેમ પરદેશી પ્રવાસીઓએ જોયો

સારવાર લેનાર વિદેશીએ શું કહ્યું એનસ્ટેસી કોલે આ તબક્કે જણાવ્યું હતું કે, અમે ભારતની ટુર કરવા માટે આવ્યા છીએ. ભારતની ત્રીજી વખતની મુલાકાત માટે અમે ગુજરાતમાં ફરવા આવ્યા છીએ. મને ગુજરાત બહુ જ પસંદ આવ્યું છે. અહીંના લોકો મને ખુબ જ દયાળુ લાગ્યા છે. ભારતીય સંસ્કૃતિથી હું બહુ જ પ્રભાવિત છું. ગુજરાત મને એટલું ગમ્યું છે કે મને મારાં દેશ પરત જવાનું મન થતું નથી. ગુજરાતમાં વારંવાર આવવાનું મન થાય તેવો અનુભવ છે. અહિં મને પહાડોની સુંદરતાની સાથે માનવ સંસ્કૃતિના પણ દર્શન થયા છે. પોશીનાના પહાડો જાણે મારે બોસ્ટનની ફિલીંગ કરાવતા હોય એવો અહેસાસ થાય છે. જે મને જીવનભર યાદ રહેશે. મને હોસ્પિટલ દ્વારા સારી સુવિધાઓ મળી છે.

ABOUT THE AUTHOR

...view details