સાબરકાંઠા ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના હવે માત્ર ગણતરીના (Youth convention in Himmatnagar) દિવસો છે, ત્યારે ગુજરાતનું પ્રથમ વિશ્વાસ યુવા સંમેલન સાબરકાંઠાના હિંમતનગર ખાતે યોજાયું હતું. જેમાં ભાજપ યુવા મોરચો પ્રદેશ અધ્યક્ષ તેજસ્વી સૂર્યએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં નવી આવેલી આમ આદમી પાર્ટી જમાનત જપ્ત પાર્ટી બનશે. સાથો સાથ 140થી વધારે સીટો ઉપર પ્રચંડ જીત મેળવશે તે પણ અત્યારથી જ નક્કી છે. (Tejasvi Surya visits Gujarat)
આમ આદમી પાર્ટી જમાનત જપ્ત પાર્ટી બનશે : ભાજપ યુવા મોરચા અધ્યક્ષ
સાબરકાંઠાના હિંમતનગર ખાતે યુવા સંમેલન (Youth convention in Himmatnagar) યોજાયું હતું. જ્યાં ભાજપ યુવા મોરચા અધ્યક્ષ તેજસ્વી (Tejasvi Surya visits Gujarat) સૂર્યએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં 140થી વધારે સીટો ઉપર પ્રચંડ જીત મેળવશે. તેમજ તેઓએ આમ આદમી પાર્ટી પર પણ પ્રહાર કર્યા હતા. (Gujarat Assembly Election 2022)
ત્રણ દસકાઓથી ભાજપનું શાસન ગુજરાતમાં આજે પ્રથમ વિજય વિશ્વાસ યુવા સંમેલન હિંમતનગર ખાતે યોજાયું હતું. જેમાં સાબરકાંઠા જિલ્લાની ચાર વિધાનસભાના યુવા મતદારો સહિત જિલ્લાના તમામ ધારાસભ્ય સાંસદ સહિત અગ્રણી આગેવાનો હાજર રહ્યા હતા. આ પ્રસંગે ભાજપ પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ તેજસ્વી તેજાબી અંદાજમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લા ત્રણ દસકાઓથી ભાજપનું શાસન છે. જેના પગલે તેનો વિકાસ હવે સમગ્ર વિશ્વ સુધી પહોંચ્યો છે. આ વિજય વિશ્વાસના પગલે આગામી 25 વર્ષ સુધી ભાજપ અડીખમ રહેશે તે નક્કી છે. (Sabarkantha Assembly Election)
ગુજરાતમાં જમાનત જપ્ત પાર્ટી સાથોસાથ તેમને વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં જમાનત જપ્ત પાર્ટી આવી છે તે અન્ય રાજ્યની માફક ગુજરાતમાં પણ જમાનત જપ્ત કરાવશે. તેમજ ગુજરાતના મતદારો પણ જમાનત જપ્ત કરાવવા (Tejasvi Surya in Himmatnagar) તૈયાર છે. જોકે ભાજપ સતત વિકાસયાત્રાના પગલે આ વખતે 140થી વધારે બેઠકો ઉપર પ્રચંડ જીત મેળવશે તે નક્કી છે. ગુજરાતની વિકાસ યાત્રા અવિરત રહેશે તેઓ વિશ્વાસ છે. આ તબક્કે 25થી વધારે યુવાનો ભાજપમાં જોડાયા હતા.(Gujarat Assembly Election 2022)