સાબરકાંઠા : ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર થતાની સાથે જ ભાજપ (Sabarkantha assembly seat) તેમજ કોંગ્રેસના ઉમેદવારો જાહેર થઈ રહ્યા છે, ત્યારે સાબરકાંઠાની હિંમતનગર વિધાનસભા બેઠક ઉપર પાટીદાર ચહેરાને નેતૃત્વ આપવા ઉમિયાધામ હિંમતનગર ખાતે ગઈકાલે એક બેઠક યોજાઇ હતી. જેમાં પ્રતિનિધિત્વ મામલે આગામી સમયમાં પાટીદાર સમાજને (Sabarkantha Assembly Candidate) ન્યાય ન મળે તો પક્ષને વિચારવા માટે જણાવ્યું છે.
આ બેઠક પર પાટીદાર ચહેરાને પ્રતિનિધિત્વ આપવામાં નહીં આવે તો સમાજ... - સાબરકાંઠા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને સાબરકાંઠા (Sabarkantha assembly seat) વિસ્તારમાં પાટીદાર ચહેરાને નેતૃત્વ આપવા એક બેઠક યોજાઇ હતી. જેમાં પાટીદાર ચહેરાને નેતૃત્વ કે (Sabarkantha Assembly Candidate) પ્રતિનિધિત્વ આપવામાં નહીં આવે તો સમગ્ર પક્ષ માટે સમાજ વિચારવા મજબૂર બનશે.(Gujarat Assembly Election 2022)
પાટીદાર ચહેરાને નેતૃત્વ માટે સમાજ સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લામાં ભાજપની સાત વિધાનસભા બેઠકો પૈકી 6 વિધાનસભા (Gujarat Election 2022) બેઠકો ઉપર ઉમેદવારો જાહેર કરાયા છે. જોકે અરવલ્લી સાબરકાંઠાની સાત વિધાનસભા બેઠકોમાં કોઈપણ બેઠક ઉપર પાટીદાર સમાજને નેતૃત્વ ન મળતાં હવે વિરોધનો જુવાર ઉભો થયો છે. જેમાં હિંમતનગર વિધાનસભા બેઠક ઉપર હજુ ઉમેદવાર જાહેર કરાયું નથી, ત્યારે સમગ્ર પાટીદાર સમાજની હિંમતનગર ઉમિયાધામ ખાતે બેઠક યોજાઈહતી જેમાં માંગ કરવામાં આવી છે કે આગામી સમયમાં હિંમતનગર વિધાનસભા બેઠક ઉપર પાટીદાર ચહેરાને નેતૃત્વ કે પ્રતિનિધિત્વ આપવામાં નહીં આવે તો સમગ્ર પક્ષ માટે સમાજ વિચારવા મજબૂર બનશે. (Patidars meeting elections in Sabarkantha)
પરિણામો અસરકારક બની રહેશે આ સાથે ગઈકાલે થયેલી મિટિંગમાં વિવિધ આગેવાનો હાજર રહ્યા હતા. તેમની પાટીદાર સમાજની છેલ્લા દસ વર્ષથી થઈ રહેલી અવગણનાને પગલે હવે ભાજપ સામે પણ વિરોધનો વંટોળ ઉભો થયો છે. તેમ જણાવી આગામી સમયમાં હિંમતનગર વિધાનસભાની (Himmatnagar assembly seat) પાટીદાર ચહેરો ન આપવામાં આવે તો અરવલ્લી તેમજ સાબરકાંઠાની તમામ બેઠકો ઉપર અસર થઈ શકે તેમ છે. જોકે આગામી સમયમાં આ મામલે પાટીદાર સમાજમાં ઊભો થયેલા રોષ અંતર્ગત હિંમતનગર વિધાનસભામાં ધારાસભ્ય પદના ઉમેદવાર સહિત અન્ય છ બેઠકો માટે કેવા અને કેટલા પરિણામો અસરકારક બની રહેશે તે પણ મહત્વનું છે. (Gujarat Assembly Election 2022)