સાબરકાંઠા :ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને મતદારોમાં (Voters in Gujarat) આ વખતે અનેરો ઉત્સાહ જોવા મળે છે. તો લોકો ઠેર ઠેર મતદાન જાગૃતિને લઇને અવનવા પોસ્ટરો પણ લગાવે છે, ત્યારે સાબરકાંઠામાં મતદાનને લઈને કિન્નર સમુદાય આગળ આવ્યો છે. કિન્નરી સમાજના સોનલ માસીએ કહ્યું કે,ભારતના બંધારણે ભારતીય નાગરીકોને મત કરવાનો અધિકાર આપ્યો છે. જો આપણે તમામ અધિકારોને ક્યારેય જતા નથી કરતા તો મતદાનના અધિકારને માત્ર ફરજ સમજી કેમ જતો કરીએ છીએ. ક્યારેક વ્યસ્તતા કે અન્ય બહાનું બતાવી આપણી આ પવિત્ર ફરજને નથી નિભાવતા. જે આપણી લોકશાહી સાથે આપણે ચેડા કરી રહ્યા છીએ. (Kinnar Community voting)
કિન્નર સમુદાય સોનલ માસીએ કહ્યું હતું કે, વર્ષ 2014થી સુપ્રીમ કોર્ટ દ્વારા કિન્નર સમુદાયને અન્ય જાતિ કેટેગરીમાં (Kinnar community voting in Sabarkantha)સમાવિષ્ટ કરવામાં આવી છે, ત્યારથી અમને ટ્રાન્સજેન્ડર તરીકે સ્વતંત્ર રીતે મતદાન કરવાનો હક્ક મળ્યો છે. આ અગાઉ અમે પુરુષ અથવા સ્ત્રી કેટેગરીમાં મતદાન કરતા હતા. વર્ષ 2014થી લઇને અત્યાર સુધીમાં દરેક ચૂંટણીમાં અમે અચૂકથી મતદાન કર્યું છે. (New voters in Gujarat elections)