સાબરકાંઠા- ગુજરાતમાં હવે વિધાનસભાની તૈયારીઓ (Gujarat Assembly Election 2022)થવા લાગી છે. સાબરકાંઠાની ઈડર વિધાનસભા એસસી અંતર્ગત અનામત બેઠક (Ider Assembly Seat) છે. આ બેઠક નરહરિ અમીનથી લઇ ગુજરાત વિધાનસભા અધ્યક્ષ રમણલાલ વોરાના નામે રહી છે. રમણલાલ વોરા ઇડર વિધાનસભા બેઠક ઉપર સતત પાંચ વખત વિજેતા રહ્યાં છે તેમ જ નરહરિ અમીન ઇડર વિધાનસભા બેઠક પરથી સતત બે વાર વિજેતા થયા છે.
ઇડર વિધાનસભા બેઠકની ડેમોગ્રાફી- એસસી અનામત આ બેઠકમાં (Ider Assembly Seat) ઇડર તેમજ વડાલી તાલુકાના 200થી વધારે ગામડાઓનો સમાવેશ થાય છે. બેઠક પર 2,20,000 જેટલા મતદારો દ્વારા મતદાન યોજાતું હોય છે. સાબરકાંઠા જિલ્લાકક્ષાએ સૌથી વધુ મતદાન ઇડર વિધાનસભામાં નોંધાતું જોવા મળે છે. આ બેઠક પર કુલ પુરુષ મતદારોની સંખ્યા છે અને કુલ સ્ત્રી મતદારોની સંખ્યા છે.
ઇડર બેઠક પર મતદારો ખૂબ જાગૃત જોવા મળે છે છેલ્લી ત્રણ વિધાનસભાના જાહેર થયેલા પરિણામ-2007માં ઇડર વિધાનસભામાંં (Ider Assembly Seat) ભાજપના ઉમેદવાર તરીકે રમણલાલ વોરાએ 62,818 મત મેળવ્યા હતાં. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર તરીકે મણિલાલ વાઘેલાએ 47,601 મત મેળવ્યા હતાં. જેના પગલે રમણલાલ વોરાનો 20,000 થી વધારે મતોથી વિજય બન્યાં હતાં. જોકે ઇડર વિધાનસભા વર્ષોથી ભાજપની પરંપરાગત બેઠક (Assembly seat of Ider) બની રહી છે. જેમાં રમણલાલ વોરા સતત પાંચમી ટર્મ સુધી ઇડર વિધાનસભાથી ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેમને શિક્ષણપ્રધાનથી લઈ વિધાનસભા સ્પીકર સુધીના પ્રધાનપદ તેમજ હોદ્દાઓ મેળવી ચૂક્યા છે. જ્યારે 2012 માં ઇડર વિધાનસભા બેઠકમાં ભાજપના ઉમેદવાર તરીકે 90,279 મત મેળવ્યાં હતાં જ્યારે રામભાઇ સોલંકીએ કોંગ્રેસના ઉમેદવાર તરીકે 78,899 મત મેળવ્યા હતાં.જેના પગલે 11000 કેટલા મતોથી રમણલાલ વોરા વિજયી બન્યા હતાં.
2017માં પણ ભાજપની જ જીત થઇ હતી આ પણ વાંચોઃ Gujarat Assembly Election 2022 : અમિત શાહની ગણાતી બેઠકમાં આ વખતે પાટીદારોનો ઝોક ભાજપ તરફી રહેશે?
2017 વિધાનસભા ચૂંટણીનું પરિણામ- ભાજપના ઉમેદવાર તરીકે હિતુ કનોડિયાએ 98,815 મત મેળવ્યા હતાં. તેમજ કોંગ્રેસના ઉમેદવાર તરીકે મણિભાઈ જેઠાભાઇ વાઘેલાએ(Manilal Vaghela Seat) 84,002 મત મેળવ્યા હતા જેમાં 14,813 જેટલા મતથી હિતુ કનોડિયા (Hitu Kanodia Seat)વિજેતા બન્યા હતાં. ગત વિધાનસભા ચૂંટણીમાં ( Gujarat Assembly Election 2017) ભાજપે ગુજરાતના ખ્યાતનામ કલાકાર તેમજ ગુજરાતી ફિલ્મના ખ્યાતનામ અભિનેતા નરેશ કનોડિયાના પુત્ર અને કલાજગતમાં મહત્વનું નામ ધરાવતા હિતુ કનોડિયાને ઇડર વિધાનસભાના ઉમેદવાર બનાવ્યા હતાં. જે અંતર્ગત 90,000થી વધારે મતો મેળવી 8000 જેટલા મતોની લીડથી કોંગ્રેસ પક્ષના મણિભાઈ વાઘેલાને હરાવી ભાજપે આ બેઠક (Ider Assembly Seat) કબજે કરી હતી.
ઈડર ગઢ તેની આગવી ઓળખ ધરાવે છે આ પણ વાંચોઃ Gujarat Assembly Election 2022 : વિરમગામ વિધાનસભા બેઠક પર 10 વર્ષથી ભાજપ નથી જીત્યો, હવેની ચૂંટણીમાં કંઇ ફરક પડશે?
ઇડર વિધાનસભા બેઠકની ખાસિયત -સાબરકાંઠા જિલ્લામાં ઈડર વિસ્તાર ડુંગરાળ વિસ્તાર છે અને ખૂબ જ પ્રાચીન પણ હોવાનું કહેવાય છે. અહીંના ઇડરિયા ગઢની ઘણી કથાવાર્તાઓ અને લોકગીતો પણ સાંભળા મળે છે. ઈડરગઢને લઇને પ્રવાસીઓમાં માનીતું સ્થળ છે ત્યારે આ વિસ્તારમાં પ્રવાસીઓનો રસ પણ જોવા મળે છે. આ બેઠક એસટી અનામત બેઠક છે ત્યારે શહેરીકરણથી દૂર હોવાથી આંચલિક વાતાવરણનો અનુભવ કરી શકાય છે. ઇડર બેઠક રાજકીય ધૂરંધરો માટે પણ જાણીતી છે,જેમ કે આ બેઠકથી નરહરિ અમીન, રમણલાલ વોરા જેવા નેતાઓ ગુજરાતને મળ્યાં છે. તો સમગ્ર જિલ્લામાં મતદાન જાગૃતિના મામલામાં અહીંના લોકો સક્રિય જોવા મળે છે એટલે જિલ્લામાં સૌથી વધુ મતદાન ટકાવારી આ બેઠકમાં નોંધાય છે.
આ વિસ્તારમાં ધારાસભ્ય સામે સૌથી વધુ રોષ છે ઈડર વિધાનસભા બેઠકની માગ- ઇડર વિધાનસભામાં (Ider Assembly Seat) લાંબા સમયથી બાયપાસ રોડનો પ્રશ્ન હજુ પણ યથાવત છે. ઇડરગઢ મામલો પણ એટલો જ મહત્વનો બની રહ્યો છે. તાજેતરમાં સમગ્ર ભારતમાં કપાસનું હબ બનાવવાની વાતો વચ્ચે સહકારી જીનમાં કરોડોનું કૌભાંડ મામલે સ્થાનિક ધારાસભ્યનું મૌન પણ મોટાભાગના મતદારોની નજરમાં (Gujarat Assembly Election 2022) આવી રહ્યું છે. સ્થાનિક ઉમેદવાર ન હોવાનો મામલો પણ મતદારો માટે ચર્ચાનો વિષય બન્યો છે. જોકે 1980 બાદ ઇડર વિધાનસભા મોટાભાગે ભાજપની રહી છે ત્યારે આ વખતે સ્થાનિક મતદારોની જ બાબતો મુશ્કેલી સર્જી શકે છે.
વિવિધ સમસ્યાઓની વચ્ચે ઇડર પશ્ચિમ વિસ્તારમાં પાણીનો પ્રશ્ન મહત્વનો બની રહ્યો છે. આ વિસ્તારમાં સિંચાઈ તેમજ પીવાના પાણીની તકલીફ દિનપ્રતિદિન વધી રહી છે. ધારાસભ્ય દ્વારા છેલ્લા કેટલાક સમયથી આ મામલે કોઇ ચોક્કસ નિર્ણય ન લેવાતા હવે કેટલાક વિસ્તારોમાં રોષ પણ પેદા થયો છે. જોકે ચૂંટણી વખતે મોટાભાગના મતદારો ચૂંટણી બહિષ્કાર કરવાની સાથોસાથ વિવિધ સમસ્યાઓનું સમાધાન મેળવવા માટે આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરતાં હોય છે ત્યારે ઇડર વિધાનસભા મામલે પણ કંઈક આવું જ જોવા મળ્યું છે. અહીંના મતદારો તેમજ સ્થાનિક અગ્રણીઓએ ઇડર વિધાનસભા મામલે પોતાની આશાઓ અને અપેક્ષાઓ રજૂ કરી છે. હિતુ કનોડિયા છેલ્લા પાંચ વર્ષમાં ઇડર વિધાનસભાના ધારાસભ્ય તરીકે લોકોને મુલાકાત ન આપતા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.