ગુજરાત

gujarat

ETV Bharat / state

ઓહો! વરસાદ કે દુષ્કાળ નક્કી કરતો દિવસ એટલે પણ ઉત્તરાયણ

ગુજરાતીમાં એક સરસ કહેવત છે. બાર ગાવે બોલી બદલે તરુવર બદલે શાખા, બુઢાપામાં કેશ બદલે લખણ ના બદલે લાખા. આ સાથે એક હકીકત એ સ્વીકારવી પડે કે, બાર ગામ પછી માત્ર બોલી નથી બદલતી પરંપરા (Gujarat Adivasi Tradition) અને માન્યતાઓ પણ બદલે છે. દેવચકલી આવનારૂ વર્ષ નક્કી કરે એવું ક્યારેય સાંભળયું છે ખરા? પણ આ હકીકત છે.

ઓહો! વરસાદ કે દુષ્કાળ નક્કી કરતો દિવસ એટલે પણ ઉત્તરાયણ
ઓહો! વરસાદ કે દુષ્કાળ નક્કી કરતો દિવસ એટલે પણ ઉત્તરાયણ

By

Published : Jan 15, 2023, 10:39 AM IST

ઓહો! વરસાદ કે દુષ્કાળ નક્કી કરતો દિવસ એટલે પણ ઉત્તરાયણ

સાબરકાંઠાઃઆમ તો આદિવાસી સમાજમાં ઘણી બધી એવી આશ્ચર્ય પમાડે એવી માન્યતાઓ હોય છે. પણ ઉત્તરાયણ નિમિતે દેવ ચકલીને ઉડાવવાની પરંપરા ભાગ્યે જ લોકોને ખબર હશે. મકરસંક્રાંતિના દિવસે આદીવાસી સમાજ ઢોલ અને નગારા સાથે ઉજવે છે એક અનોખો તહેવાર ઉજવે છે. આજ-કાલથી નહીં પણ વર્ષોથી આ પરંપરા જળવાતી આવી છે. ઉતરાયણ પર્વ નિમિત્તે પવિત્ર ગણાતી પક્ષીદેવ ચકલીને ઉડાડી વર્ષ નક્કી કરવામાં આવે છે. દિશા સૂચક તરીકે એને માનવામાં આવે છે.

આ પણ વાંચોઃ Ujjain Mahakaleshwar Temple: બાબા મહાકાલનો કરાયો અદ્ભુત શ્રૃંગાર, ભક્તોની લાગી ભીડ

અનોખી પરંપરાઃદેવ ચકલીને ઉડાડતા પહેલા ચણ તરીકે તલ અને ચીક્કી અપાય છે. સાબરકાંઠામાં આદિવાસી વિસ્તાર માટે ઉતરાયણ તે આગામી વર્ષનો વરતારો જોવાનો દિવસ છે. આ દિવસે દેવ ચકલીની પૂજા કરી તેને ઉડાડવામાં આવે છે. જેના આધારે આગામી વર્ષ કેવું રહેશે તે નક્કી કરાય છે. જેના પગલે સાબરકાંઠાના ઇડર તાલુકાના આદિવાસી વિસ્તારમાં દેવ ચકલીની પૂજા કરી તે ઉડાડતા તે લીલાા વૃક્ષો પર બેસતા આગામી વર્ષ તમામ માટેે ફળદાયી નિવડશે તેવું દેવ ચકલી એ વરતારો આપ્યો છે.

વરસાદનું અનુમાનઃસાબરકાંઠાના ઇડર તાલુકા ના ધોળીયા અને સીયાસણ વિસ્તારમાં વર્ષોની પરંપરા અનુસાર ઉત્તરાયણનું પર્વ ઉજવાય છે. જે અંતર્ગત આજે સ્થાનિક આદિવાસી લોકોએ દેવ ચકલીને પકડી તેની પૂજા કરી હતી અને તલ ગોળ ખવડાવી ત્યારબાદ ખુલ્લા વિસ્તારમાં તેને ઉડાડી મૂકતા. દેવ ચકલી ઉડીને લીલી ડાળી ઉપર બેસતા આગામી વર્ષ સારા વરસાદની સાથે સાથે દરેક વ્યક્તિ માટે ફળદાયી બની શકે તેઓ વરતારો આપ્યો છે.

આ પણ વાંચોઃ ભારતીય અમેરિકન સ્ટુડન્ટે એન્વાયરમેન્ટ ફેલોશિપ જીતી, પાણીના શુદ્ધિકરણ પર કર્યુ સંશોધન

વર્ષ ખરાબ જાયઃ જોકે દેવ ચકલી સૂકા લાકડા ઉપર બેસે તો આગામી વર્ષ વરસાદ વિનાનું તેમજ અપશુકનિયાળ બની રહે છે જોકે આજે દેવ ચકલી ઉડાડતાં તે લીલા વૃક્ષ ઉપર બેસતા આગામી વર્ષ સ્થાનિક વિસ્તાર માટે શુકનિયાળ બની રહેશે. તેવું માનવામાં આવે છે. સ્થાનિકો તલ, ગોળ સિગ દાણા ખજૂર ખાઈ અને નાચ ગાન પણ કરે છે. જોકે આગામી વર્ષ સારુ રહેવાની દેવ ચકલી એ આપેલા વધારાથી સ્થાનિક વિસ્તારના લોકોમાં પણ ખુશી જોવા મળી છે. જ્યારે આ પરંપરા હવે દિન-પ્રતિદિન લુપ્ત થઈ રહી છે તેમજ સમગ્ર ઉત્તર ગુજરાતમાં હવે માત્ર સાબરકાંઠાના વિજયનગર પૂરતી જ મર્યાદિત બની રહી છે.

ABOUT THE AUTHOR

...view details