ગુજરાત

gujarat

ETV Bharat / state

ACBની સફળ ટ્રેપ, લાંચિયા તલાટી અને પૂર્વ સરપંચ 35000 રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા - ACB nabs Khedbrahma Talati Cum Mantri

સાબરકાઠામાં ACBએ સફળ ટ્રેપ કરી (ACB Trap in Sabarkantha) હતી. ACBની ટીમે ખેડબ્રહ્મા તાલુકા કરુન્ડા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી (ACB nabs Khedbrahma Talati Cum Mantri) અને પૂર્વ સરપંચને લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા હતા.

ACBની સફળ ટ્રેપ, લાંચિયા તલાટી અને પૂર્વ સરપંચ 35000 રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
ACBની સફળ ટ્રેપ, લાંચિયા તલાટી અને પૂર્વ સરપંચ 35000 રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

By

Published : Sep 28, 2022, 12:18 PM IST

સાબરકાંઠારાજ્યમાં સરકારી અધિકારીઓ લાંચ લેતા અવારનવાર ઝડપાતા હોય છે. ત્યારે એસીબીની ટીમે સાબરકાંઠામાં દરોડા (ACB Trap in Sabarkantha) પાડ્યા હતા. ACBની ટીમે અહીં 35,000 રૂપિયાની લાંચ લેતા કરુન્ડા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી અને પૂર્વ સરપંચને લાંચ લેતા ઝડપી પાડ્યા હતા. આ માટે ACBએ વિજયનગર ત્રણ રસ્તા પાસે લોખંડવાલા કોમ્પલેક્સ પાસે લાંચિયા તલાટી અને પૂર્વ સરપંચને પકડવા માટે છટકું (ACB Trap in Sabarkantha) ગોઠવ્યું હતું.

લાંચિયા અધિકારી

લાંચિયા અધિકારી રંગેહાથ ઝડપાયાACBએ દરોડા પાડી ખેડબ્રહ્મા તાલુકાના ગોતા ગામમાં તલાટી (Khedbrahma Talati Cum Mantri ) તરીકે કામ કરતા મુકેશ ગઢવી અને પૂર્વ સરપંચ બાબુસિંહ વણજારાને રંગેહાથ લાંચ લેતા (ACB nabs Khedbrahma Talati Cum Mantri) ઝડપી પાડ્યા હતા. આ બંને લાંચિયા અધિકારીઓ સામે જાગૃત નાગરિકે ફરિયાદ નોંધાવી (ACB Trap in Sabarkantha) હતી.

સનદ માટે દરખાસ્ત કરતા માગી હતી લાંચ આ અંગે મળતી માહિતી અનુસાર, ફરિયાદીનો ગામતળમાં પ્લોટ આવેલો છે, જેમાં મકાન બાંધકામ માટે ગ્રામ પંચાયતમાંથી તલાટી (Khedbrahma Talati Cum Mantri ) પાસેથી સનદ માટે દરખાસ્ત કરાવી સનદ લેવાની હતી. આ માટે ફરિયાદીએ અવારનવાર સનદની માગણી કરતા આરોપીઓએ સનદ લેવા માટે 35,000 રૂપિયાની લાંચની માગણી કરી હતી. જોકે, ફરિયાદીએ ACBને આ અંગે જાણ કરતા ટીમે છટકું ગોઠવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details