સાબરકાંઠા: ગુજરાત ગૌણ પસંદગી સેવા મંડળ દ્વારાબિન સચિવાલય કારકુન પરીક્ષામાં પેપર લીક (GSSSB Head Clerk Paper Leak) મામલે આમ આદમી પાર્ટીના યુવરાજસિંહ દ્વારા જાહેર કરાયેલા 4 ગાડીના નંબરો પૈકી 2 ગાડી હિંમતનગરમાંથી મળી આવતા સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં હડકંપ સર્જાયો છે. જો કે GPSC બોર્ડ (gujarat secondary service selection board) દ્વારા સાબરકાંઠા જિલ્લા પોલીસવડાને મેલ કરી તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવા રજૂઆત કરતા જિલ્લા પોલીસ વડાએ પણ તાત્કાલિક ધોરણે LCBને તપાસ સોંપતાં શહેરમાં હડકંપ વ્યાપ્યો છે.
સાબરકાંઠા પોલીસને ઇ-મેલ કરીને અરજી આપી
આ વિશે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરા (Gujarat Secondary Service Selection Board Asit Vora Chairman)એ કહ્યું કે, તેમણે સાબારકાંઠા પોલીસ (sabarkantha police)ને ઇ-મેલ કર્યો છે. સાબરકાંઠા પોલીસને આ મામલે તપાસ કરવા જણાવ્યું છે. અસિત વોરાએ પેપર મામલે પોલીસમાં અરજી કરી છે. આ મામલે 10થી 12 લોકો વિરુદ્ધ ગુનો નોંધાય તેવી શક્યતા છે.
પેપર લીક મામલે 4 ગાડી નંબર જાહેર
બિન સચિવાલય કારકુનની 189 બેઠકો માટે 80 હજારથી વધારે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જો કે પેપર લીક થતા તાત્કાલિક ધોરણે સમગ્ર પરીક્ષા રદ કરવામાં આવી હતી. આમ આદમી પાર્ટીના યુવરાજસિંહ દ્વારા છેલ્લા 2 દિવસથી કરાઈ રહેલી પ્રેસ કોન્ફરન્સમાં પગલે ગત રોજ તેમની પેપર લીક મામલે 4 ગાડી નંબર જાહેર કર્યા હતા, જે પૈકી 2 ગાડી સાબરકાંઠા હિંમતનગરના બાયપાસ રોડ (sabarkantha himmatnagar bypass road) ઉપરથી મળી આવતા સાબરકાંઠા જિલ્લામાં ખળભળાટ સર્જાયો છે.
ગાડી ટ્રેક્ટરના શોરૂમના માલિકની