સાબરકાંઠા: ગુજરાતમાં બિન સચિવાલય ક્લાર્કની 189 જગ્યાઓ માટે 80,000થી વધારે વિદ્યાર્થીઓએ ગુજરાતભરમાં પરીક્ષા આપી હતી. જોકે રાજકીય પાર્ટી સાથે જોડાયેલા યુવરાજસિંહ જાડેજા નામના વ્યક્તિએ ગાંધીનગરમાં પ્રેસ કોન્ફરન્સ કરી પેપર લીક (GSSSB Head Clerk Paper Leak 2021) થયાના વિવિધ પુરાવાઓ ગુજરાત ગૌણ પસંદગી સેવા મંડળને આપતા તેમની સાબરકાંઠા જિલ્લા પોલીસ વડાને મેઇલ કરી તાત્કાલિક ધોરણે કાર્યવાહી (Sabarkantha police investigation) કરવાની સુચના આપવામાં આવી હતી.
3 દિવસથી હતો તપાસનો દોર
સમગ્ર મામલે ગણતરીની મિનિટોમાં જ સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા આ મામલે 11 જેટલા આરોપીઓ (GSSSB Head Clerk Paper Leak 2021) સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જે પૈકી છની અટકાયત થઈ ચૂકી છે તેમ જ અન્ય જિલ્લાભરની પોલીસ કામે લાગી છે. આ મામલે સાબરકાંઠા જિલ્લા પોલીસ વડાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે ગુજરાત ગૌણ પસંદગી સેવા મંડળની પરીક્ષા ગાંધીનગર કક્ષાએ અપાયેલા પુરાવાઓના આધારે જિલ્લા પોલીસે (Sabarkantha police investigation) ત્રણ દિવસથી તપાસનો ધમધમાટ આદર્યો હતો.