સાબરકાંઠાઃ રાજ્યમાં હેડ ક્લાર્ક પેપર લીક મામલે ધરપકડનો ધમધમાટ (GSSSB Head Clerk Paper Leak 2021) શરૂ છે. ત્યારે સાબરકાંઠા પોલીસે આ મામલે મુખ્ય આરોપી જયેશ પટેલ સહિત 3 આરોપીની અટકાયત કરી છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં અગાઉ પેપર લીક મામલે (GSSSB Head Clerk Paper Leak 2021) 11 આરોપી સામે નામજોગ ફરિયાદ નોંધવામાં આવી હતી. જોકે, ત્યારબાદ પોલીસે 8 આરોપીની ધરપકડ કરી હતી. તેમ જ 3 આરોપી ફરાર હતા. જોકે, હવે પોલીસે આ ત્રણેય આરોપીની અટકાયત (Detention of the mastermind of the paper leak case) કરી છે. પોલીસે અત્યાર સુધી 14 આરોપીની અટકાયત કરી છે. આ સાથે વધુ નામ ખૂલે તેવી શક્યતા છે.
મુખ્ય આરોપી જયેશ પટેલ સહિત વધુ 3 આરોપીની અટકાયત આ પણ વાંચો-GSSSB Head Clerk Paper Leak 2021: 3 આરોપીઓને 4 દિવસના રિમાન્ડ અપાયા
હજી 2 આરોપીઓની અટકાયત બાકી છે
આ મામલે જિલ્લા પોલીસ વડા નીરજ બડગુજરે કહ્યું હતું કે, ઝડપાયેલા વિદ્યાર્થીઓ પાસેથી 12,00,000 રૂપિયાથી વધુ અને અન્ય વિદ્યાર્થી પાસેથી 5,00,000 રૂપિયાની માગ કરવામાં આવી હતી, પરંતુ કોઈએ રકમ આપી નહતી. જોકે, આ મામલે પકડાયેલા વધુ 3 આરોપીઓનેઆજે સાંજે કોર્ટમાં રજૂ (The accused will be produced in court) કરાશે. ત્યારબાદ પોલીસ રિમાન્ડમાં વધુ વિગતો બહાર આવે તેવી સંભાવના છે. તો હજી 2 આરોપીઓની અટકાયત બાકી છે, જેમાં 5 ટીમો દ્વારા તપાસ થઈ રહી છે અને એ દિશામાં પોલીસ તપાસ કરી રહી છે અને હજી પણ વધુ નામ સામે આવે તો હજી વધુ મુદ્દામાલ અને રોકડ ઝડપાય તેવી પણ શક્યતા છે.
અત્યાર સુધી 14 આરોપીની અટકાયત આ પણ વાંચો-Head Clerk Paper Leak Protest 2021: AAPની 26 મહિલાઓના જામીન કોર્ટે ફગાવાતા મોડી રાત્રે સાબરમતી જેલમાં લાવવામાં આવી
અત્યાર સુધી 14 આરોપીની અટકાયત
રાજ્યમાં ગૌણ સેવા પસંદગી મંડળે 12 ડિસેમ્બરે (રવિવારે) હેડ ક્લાર્ક વર્ગ 3ની પરીક્ષા (GSSSB Head Clerk Paper Leak 2021) લીધી હતી. ત્યારબાદ યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ પરીક્ષાનું પેપર લીક થયું હોવાનો આક્ષેપ કર્યો હતો. છેવટે સરકારે પણ પેપર ફૂટ્યું હોવાનું સ્વીકાર્યું હતું. ત્યારે આ મામલે સાબરકાઠા પોલીસે (Police complaint in Sabarkantha against paper leak accused) અત્યાર સુધી 14 જેટલા આરોપીઓની અટકાત કરી છે. આ સાથે જ પોલીસે આરોપીઓ પાસેથી 44,36,000 રૂપિયાનો મુદ્દામાલ પણ કબજે કર્યો હતો.