સાબરકાંઠા: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ હેડ કલાર્ક પરીક્ષા પેપર લીક મામલે (GSSSB Head Clerk Paper Leak 2021) સાબરકાંઠા જિલ્લા પોલીસે ઝડપેલા વધુ ત્રણ આરોપીને આજે પ્રાંતિજ કોર્ટમાં (Prantij Court) રજૂ કરતા ચાર દિવસના રિમાન્ડ (Sabarkantha police remand ) મંજૂર કરાયા છે. તેમજ આગામી સમયમાં ઝડપાયેલા આરોપીઓ પાસેથી પેપર લીક મામલે વધુ ખુલાસા થઈ શકે તેમ છે.
ફરિયાદ સિવાયના વધુ ત્રણ આરોપીના રિમાન્ડ મંજૂર
ગુજરાત ગૌણ પસંદગી સેવા મંડળ દ્વારા હેડ ક્લાર્કની પરીક્ષા પેપર લીક (GSSSB Head Clerk Paper Leak 2021) થયા બાદ સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા નોંધાવાયેલી નામજોગ 11 આરોપીઓની ફરિયાદ બાદ વધુ ત્રણ આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી. જેના પગલે આજે તેમને પ્રાંતિજ કોર્ટમાં રજૂ કરાયા બાદ 14 દિવસના રિમાન્ડની (Sabarkantha police remand ) માગણી કરાઇ હતી. જોકે પ્રાંતિજ કોર્ટ (Prantij Court) દ્વારા 4 દિવસના રિમાંડ અપાયા છે. આ ત્રણેય આરોપીઓ પેપર પ્રિન્ટિંગ પ્રેસમાંથી લાવ્યા બાદ વિવિધ રીતે કૌભાંડમાં સંકળાયેલા હોવાનું પણ ખૂલ્યું છે. જેથી આગામી સમયમાં વધુ ખુલાસાઓ પણ સંભવી શકે તેમ છે.
આ પણ વાંચોઃ GSSSB Head Clerk Paper Leak 2021: હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર સાણંદના પ્રિન્ટિંગ પ્રેસમાંથી થયું લીક