ગુજરાત

gujarat

ETV Bharat / state

ધરતીપુત્રને થપાટ, મગફળીના ભાવ યોગ્ય ન મળતા માર્કેટ યાર્ડના દરવાજાને કરાઈ તાળાબંધી - Groundnut price farmers Protest in Eder

સમગ્ર ઉત્તર ગુજરાતમાં પાછોતરા વરસાદની પગલે મગફળી (farmers Protest in Eder) પકવનારા ખેડૂતોને કારમી થપાટ લાગી છે, ત્યારે આજે ઇડર માર્કેટયાર્ડ (Eder APMC market) ખાતે મગફળીની જાહેર હરાજીનો ભાવ એકાએક ગગડી જતા ખેડૂતોએ માર્કેટ યાર્ડના દરવાજે તાળાબંધી બંધી કરી રોષ વ્યક્ત કર્યો હતો. (Groundnut price farmers Protest in Eder)

ધરતીપુત્રને થપાટ, મગફળીના ભાવ યોગ્ય ન મળતા માર્કેટ યાર્ડના દરવાજાને કરાઈ તાળાબંધી
ધરતીપુત્રને થપાટ, મગફળીના ભાવ યોગ્ય ન મળતા માર્કેટ યાર્ડના દરવાજાને કરાઈ તાળાબંધી

By

Published : Oct 11, 2022, 3:42 PM IST

સાબરકાંઠા મોટાભાગે જગતના તાતને કુદરતી આફતનો સામનો કર્યા બાદ તંત્ર દ્વારા યોગ્ય ભાવ ન મળે તો ભોગવવાનું આવતું હોય છે. ઠીક આવું જ બન્યું છે સાબરકાંઠાના ઈડર APMC માર્કેટમાં જ્યાં આજે મગફળીની જાહેર હરાજીમાં વેપારીઓ દ્વારા એકાએક ભાવ ગગડાવી દેતા સ્થાનિક ખેડૂતોમાં ભારે રોષ વ્યાપ્યો હતો. જેના પગલે ખેડૂતોએ APMC માર્કેટના મુખ્ય દરવાજાને તાળાબંધી કરી પોતાનો રોજ વ્યક્ત હતો.(farmers Protest in Eder)

મગફળીના ભાવ યોગ્ય ન મળતા માર્કેટ યાર્ડના દરવાજાને કરાઈ તાળાબંધી

કેટલા ભાવ મળ્યા ખેડૂતોને તેમજ આગામી સમયમાં આ મામલે વહીવટી તંત્ર દ્વારા પોષણક્ષમભાવ આપવા માટેની રજૂઆત કરાઈ છે. જોકે એક તરફ વરસાદના પગલે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ બન્યા છે તો બીજી તરફ મગફળીનો પાક સારો હોવા છતાં 1300થી 1400 રૂપિયા સુધીનો ભાવ મળતા આજે સ્થાનિક કક્ષાએ વિરોધાભાસ સર્જાયું છે. તેમજ ખેડૂત આલમમાં સર્જાયેલા રોષના પગલી સ્થાનિક માર્કેટના અન્ય વેપારીઓ સહિત ખેડૂતોને પણ ભોગવવું પડે તેવી સ્થિતિ સર્જાય છે. (Eder APMC market)

વહીવટી તંત્ર નિર્ણય કેવા રહેેશે આ મામલે આગામી સમયમાં સ્થાનિક APMC માર્કેટ સહિત વહીવટી તંત્ર દ્વારા કેવા અને કેટલા નિર્ણય લેવાય છે, તે પણ મહત્વના બની રહે છે. સાથોસાથ એકાએક મગફળીના ભાવ ગગડાવી દેતા આગામી સમયમાં સ્થાનિક વેપારીઓ માટે મગફળીનો ભાવ કેટલો પોષણક્ષમબને છે તે પણ મહત્વનું બની રહેશે. (Groundnut price farmers Protest in Eder)

ABOUT THE AUTHOR

...view details