સાબરકાંઠા : સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસથી દિન-પ્રતિદિન હજારો લોકો મોતને ભેટી રહ્યાં છે. ત્યારે સાબરકાંઠા જિલ્લામાં પણ હવે કોરોના વાયરસનો કહેર વધતો જઈ રહ્યો છે.
કોરોના પોઝિટિવ મામલે સાબરકાંઠા જિલ્લાથી ગ્રાઉન્ડ રિપોર્ટ
વૈશ્વિક મહામારી ઘોષિત થઈ ચૂકેલી કોરોના વાયરસનો કહેર હવે ગુજરાતના સાબરકાંઠામાં પણ જોવા મળી રહ્યો છે. સાબરકાંઠા જિલ્લામાં કોરોના વાયરસ પોઝિટિવ કેસનો આંક 3 ડિજીટ સુધી પહોંચવા આવ્યો છે. તો બીજી તરફ સમગ્ર જિલ્લામાં અત્યાર સુધી કોરોના વાયરસથી ત્રણ લોકોના મોત પણ થયા છે.
સાબરકાંઠા
હાલમાં સાબરકાંઠા જિલ્લામાં સૌથી વધુ કેસ પ્રાંતિજમાં નોંધાયો છે. જ્યાં કોરોના વાયરસની સંખ્યા 25 થી વધુ નોંધાવા પામી છે. જો કે, સવારે જિલ્લાના 8 તાલુકા પૈકી તમામ તાલુકાઓમાં કોરોના વાયરસનો કહેર યથાવત રીતે આગળ વધી રહ્યો છે. તેમજ આગામી સમયમાં વહીવટીતંત્ર વધુ કઠોર બને તે પણ જરૂરી છે.
જો કે, દિન પ્રતિદિન કોરોનાનો કહેર સાબરકાંઠામાં યથાવત રીતે આગળ વધી રહ્યો છે. ત્યારે સાબરકાંઠા જિલ્લા પ્રશાસન ઠોસ કાર્યવાહી કરી કોરોના વાયરસને આગળ વધતો અટકાવે તે જરૂરી છે.