સાબરકાંઠા: ઇડર તાલુકાના વડીયાવીર ખાતે સોમવારે રાત્રીએ કચ્છી કોયલ તરીકે ખ્યાતનામ ગુજરાતના પ્રસિદ્ધ કલાકાર ગીતા રબારીના ભવ્ય લોકડાયરાનું આયોજન કરાયું હતું. જેમાં સ્થાનિક લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં. જેમાં ગીતા રબારીએ લોક ડાયરા થકી સ્થાનિકોના ખુશીમાં વધારો કર્યો હતો. જેથી ડાયરામાં સ્થાનિકોએ રૂપિયાનો વરસાદ વરસાવ્યો હતો.
સાબરકાંઠાના વડીયાવીરમાં ગીતા રબારી પર રૂપિયાનો વરસાદ, જુઓ વીડિયો - ઈડરના તાજા સમાચાર
ઇડર તાલુકા ખાતે સોમવારે રાત્રીએ ગુજરાતના પ્રસિદ્ધ લોક ગાયક કલાકાર ગીતા રબારીના ભવ્ય ડાયરાનું આયોજન કરાયું હતું. જેમાં લાખો રૂપિયા ઉડાળવામાં આવ્યા હતા. આ ઉપરાંત મોટી સંખ્યામાં સ્થાનિક લોકો હાજર રહ્યાં હતા.
વડીયાવીરમાં ગીતા રબારીનો ડાયરો, લોકોએ કર્યો રૂપિયાનો વરસાદ
ગત 7 દિવસથી ઇડર તાલુકાના મઢી ખાતે ભાગવત કથા યોજાઈ રહી છે. જેમાં ગુજરાતના નામી-અનામી કલાકારોને બોલાવવામાં આવે છે. સ્થાનિકો સહીત આસપાસના અગ્રણીઓની ઉપસ્થિતિમાં તેમનું સન્માન કરવામાં આવે છે.