ગુજરાત

gujarat

ETV Bharat / state

હિંમતનગરના ગાંભોઈ ગામ મૃત હાલતમાં મળી આવેલી સગીરાની હત્યા થઈ હતી - હિંમતનગર સગીરા પીએમ રિપોર્ટ

સાબરકાંઠાના હિંમતનગર નજીક આવેલા ગામ પોલીસ મથક પાસે એક સપ્તાહ અગાઉ વિરાવાડા નજીકથી એક સગીરાનું મૃતદેહ મળી આવ્યો હતો, જોકે ફોરેન્સિક લેબોરેટરી તેમજ પીએમ રિપોર્ટ આવતા હત્યા કરાયાનું ખુલતા સમગ્ર વિસ્તારમાં ચકચાર સર્જાઈ છે

હિંમતનગરના ગાંભોઈ નજીકથી મળી આવેલી સગીરાનો પીએમ રિપોર્ટ જાહેર, સગીરાની કરાઇ હત્યા
હિંમતનગરના ગાંભોઈ નજીકથી મળી આવેલી સગીરાનો પીએમ રિપોર્ટ જાહેર, સગીરાની કરાઇ હત્યા

By

Published : Feb 27, 2020, 1:20 AM IST

સાબરકાંઠાઃ હિંમતનગર નજીક આવેલા ગાંભોઈ નજીકમાં વીરાવાડા પીટીસી કોલેજની પાછળથી એક સપ્તાહ અગાઉ નદીના પટમાંથી એક સગીરાનું મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહને ચેકડેમમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો, જોકે સગીરાના શરીર ઉપર પથ્થર બાંધી પાણીમાં નાખ્યા હોવાના નિશાન મળી આવતાં સ્થાનિક પોલીસએ આ અંગે ફોરેન્સિક લેબોરેટરી તેમજ પીએમ કરાવતા બુધવારના રોજ પીએમ રિપોર્ટ જાહેર થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર છે.

હિંમતનગરના ગાંભોઈ નજીકથી મળી આવેલી સગીરાનો પીએમ રિપોર્ટ જાહેર, સગીરાની કરાઇ હત્યા

મળતી માહિતી પ્રમાણે સગીરાની ગળુ દબાવી હત્યા કર્યા બાદ તેના શરીર ઉપર પથ્થર બાંધી દોરડા સાથે તેને ચેકડેમો ફેંકી દેવાયાનું ખૂલતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર ફેલાયો છે, જોકે હજુ સુધી મૃતદેહ કોનો છે, તેમજ કયા કારણસર તેની હત્યા કરવામાં આવી છે. તે જાણી શકાયું નથી.

પોલીસે પણ હવે મૃતકના પરિવારજનો સહિત સગીરાના હત્યા માટે જવાબદાર હત્યારાઓ સુધી પહોંચવા માટે પણ ઝીણવટપૂર્વક તપાસ હાથ ધરી છે, જોકે હજુ સુધી સગીરાના પરિવારજનો સહિત આરોપીઓમાં કોઈ પત્તો લાગ્યો નથી

મહત્વનું છે કે પીએમ રિપોર્ટ બાદ બુધવારના રોજ ફોરેન્સિક લેબોરેટરીનો રિપોર્ટ જાહેર થતા સગીરાની હત્યા થઇ હોવાનું ખુલતા આગામી સમયમાં આરોપી સુધી પોલીસ ક્યારે પહોંચે છે, તે પણ મહત્વનું છે.

ABOUT THE AUTHOR

...view details