આ વિસ્તારમાં વિપુલભાઇ વર્ષોથી દાબેલીની દુકાન ચલાવી રહ્યા છે તો આ અંગે તેમની સાથે વાત કરતાં તેમણે કહ્યું કે, મોદી ચા વહેંચીને આટલા મોટા વ્યક્તિ બન્યા છે. તેથી આ સમગ્ર ગુજરાત માટે ગૌરવની વાત છે. તેથી તેમનો વિજય એ સમગ્ર રાજ્યનો વિજય છે. તેથી તેમની ભવ્ય વિજયના ઉજવણી રૂપે તેમણે લોકોને મફ્તમાં દાબેલી ખવડાવવાની જાહેરાત કરાઇ હતી. જ્યાં આ જાહેરાત બાદ હજારો લોકોએ આ દાબેલી ખાધી હતી અને તેમણે વિપુલભાઇનો આભાર વ્યક્ત કર્યો હતો. વિપુલભાઇએ લગભગ 1000 લોકોને દાબેલી ખવડાવી હતી અને મોદીને ફરી વડાપ્રધાન બનાવવા માટે આભાર વ્યક્ત કર્યો હતો.
મફ્ત... મફ્ત.. મફ્ત.. ભાજપની ઐતિહાસિક જીત પર એક દિવસ દાબેલી ફ્રી - Gujarat
સાબરકાંઠા: દેશમાં એક વખત ફરી મોદી સરકાર બનવા જઇ રહી છે. PM મોદીની ભવ્ય જીત પર તેમના સમર્થકો અલગ-અલગ રીતે આ જીતની ઉજવણી કરી રહ્યા છે. કોઇ મિઠાઇ ખવડાવી ઉજવણી કરી રહ્યા છે, તો હિંમતનગરમાં એક નાસ્તાની દુકાનમાં મફ્તમાં લોકોને દાબેલી ખવડાવામાં આવી રહી છે.
ભાજપની ઐતિહાસીક જીત પર હિમંતનગરમાં એક દિવસ દાબેલી ફ્રિ
તો તેમણે વધુમાં વડાપ્રધાનને વિનંતી કરતા કહ્યું કે, તેઓ રામ મંદીર બનાવવા તથા કાશ્મીરથી કલમ 370 હટાવવા માટે અપિલ કરી હતી. તેમણે વધુમાં કહ્યું કે, 2050 સુધી આ સરકાર જ રહેવી જોઇએ તેથી દેશનો વિકાસ થઇ શકે.