ગુજરાત

gujarat

ETV Bharat / state

વડાલીમાં ઓનલાઈન મોબાઈલની ખરીદી કરવા જતા વ્યક્તિ સાથે 97 હજાર રૂપિયાની છેતરપિંડી - વડાલી પોલીસમથક

કેટલીક વાર ઓનલાઈન ખરીદી કરવા જતા કેટલાક લોકો છેતરપિંડીનો ભોગ બનતા હોય છે. આવી જ રીતે સાબરકાંઠાના વડાલીમાં પણ ઓનલાઈન મોબાઈલની ખરીદી કરવા જતા એક વ્યક્તિ સાથે છેતરપિંડી થઈ છે. કસ્ટમર કેરના કર્મચારીઓ દ્વારા 97 હજાર રૂપિયાની છેતરપિંડી થતા વડાલી પોલીસમથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જોકે, કસ્ટમર કેરના અધિકારીઓ પર ફરિયાદનો સૌપ્રથમ કિસ્સો હોવાથી ટોક ઓફ ધી ટાઉન બન્યો છે.

વડાલીમાં ઓનલાઈન મોબાઈલની ખરીદી કરવા જતા વ્યક્તિ સાથે 97 હજાર રૂપિયાની છેતરપિંડી
વડાલીમાં ઓનલાઈન મોબાઈલની ખરીદી કરવા જતા વ્યક્તિ સાથે 97 હજાર રૂપિયાની છેતરપિંડી

By

Published : May 20, 2021, 12:14 PM IST

  • સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન ખરીદી મામલે ફરિયાદ
  • ઓનલાઈન વેચાણ કરતી કંપનીના કસ્ટમર કેરના 2 કર્મચારી સામે ફરિયાદ
  • સાબરકાંઠાના વડાલી પોલીસમથકમાં ફરિયાદ નોંધાઈ

સાબરકાંઠાઃ સમગ્ર વિશ્વ આજે ડિજિટલ અને ઓનલાઈન યુગને પ્રગતિ સમજી રહ્યો છે ત્યારે સાબરકાંઠાના વડાલીમાં એક વ્યક્તિએ એક વેબસાઈટ પરથી એક મોબાઈલની ખરીદી કરી હતી. જોકે, મોબાઈલમાં ફોલ્ટ સર્જાતા કસ્ટમર કેરના અધિકારીઓ મોબાઈલ પરત આવ્યા બાદ અન્ય એક એપ્લિકેશનથી 97 હજાર રૂપિયાની ઉઠાંતરી કરી લીધી હતી, જેના પગલે ફરિયાદીએ વેબસાઈટ કંપનીના 2 મોબાઈલ નંબરના આધારે ફરિયાદ નોંધાવી છે. જિલ્લામાં ઓનલાઈન ખરીદી કરનારા લોકો માટે પણ આ કિસ્સો મહત્ત્વનો બની રહ્યો છે.

આ પણ વાંચો-પ્રાંતિજના અમરાપુર ગામે વરઘોડામાં પોલીસની રેડ, 17 સામે ફરિયાદ નોંધાઇ

મોબાઈલ હેંગ થતા કંપનીના કર્મચારીઓએ મોબાઈલ પરત મગાવ્યો હતો
સામાન્ય રીતે કોઈ પણ કસ્ટમર કેરના કર્મચારીઓ કોઈ પણ સમસ્યાના સમાધાન માટે સંપૂર્ણ પ્રયાસ કરતા હોય છે. ક્યારેક આવી એપ્લિકેશન થકી છેવાડાના વ્યકતિને ભોગવવાનું આવે છે. સાબરકાંઠાના વડાલીમાં એક વ્યક્તિએ એક વેબસાઈટ પરથી એક સાથે 10 મોબાઈલ મગ્વાયા હતા. ત્યારબાદ મોબાઈલ હેંગ થવાની ફરિયાદ થતા કર્મચારીઓ મોબાઈલ પરત મગાવ્યો હતો.

આ પણ વાંચો-મહેસાણામાં ઓનલાઈન ફ્રેન્ડશિપની લાલચ આપી આરોપીઓએ યુવક પાસેથી 2 કરોડ રૂપિયા પડાવ્યા

અન્ય એપ્લિકેશનથી 4 ટ્રાન્ઝેક્શન કરી ફરિયાદી પાસેથી 97 હજાર રૂપિયા પડાવ્યા

મોબાઈલ પરત બોલાવ્યા બાદ અન્ય એક એપ્લિકેશનથી 4 જેટલા ટ્રાન્ઝેક્શન કરી ફરિયાદી પાસેથી 97 હજાર રૂપિયાથી વધારેની રકમની ઉઠાંતરી થઈ હતી. ફરિયાદીએ વડાલી પોલીસ મથકે કંપનીના 2 કર્મચારીઓના મોબાઇલ નંબરના આધારે ફરિયાદ નોંધાવી છે.

ABOUT THE AUTHOR

...view details