ગુજરાત

gujarat

ETV Bharat / state

પ્રજાપ્રેમી અને કર્તવ્યનિષ્ઠ પૂર્વ ધારાસભ્ય જેઠાભાઇ ઠાકોર સરકારી કચેરીઓના ધક્કા ખાવા મજબૂર - Gujarati news

સાબરકાંઠાઃ ગુજરાત વિધાનસભામાં ધારાસભ્ય રહી ચૂકેલાં પૂર્વ ધારાસભ્ય જેઠાભાઇ ઠાકોરને હાલ સરકારી કચેરીઓના ધક્કા ખાઇ રહ્યાં છે. કારણ કે, તેમને પેન્શનનો લાભ મળ્યો નથી. સરકારી તંત્રમાં ઇમાનદારીથી કામ કરીને લોકોની મદદમાં રહેનાર આ ધારાસભ્યને આજે અધિકારી સામે કગરવું પડે છે. આમ, લબાડ અને ભ્રષ્ટાચારી તંત્રમાં ફરજને વફાદાર રહેતા લોકોની કોઇ કદર કરવામાં આવી રહી નથી. તેથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

h

By

Published : Jul 10, 2019, 12:33 AM IST

Updated : Jul 10, 2019, 9:35 PM IST

ધારાસભ્યના પદ પર વર્ષો રહ્યાં પછી પણ જેઠાભાઇને સરકાર દ્વારા કોઈ સહાય મળી નથી. તેમજ પેંશનનો લાભ અપવામાં આવ્યો નથી. પૂર્વ ધારાસભ્ય માટે વિશેષ આયોગ બનાવ્યા બાદ પણ ન્યાય મેળવવા માટે ધક્કા ખાવા પડી રહ્યા છે. આ મુદ્દે તેમણે અદાલતમાં ન્યાય મેળવવા અરજી કરી હતી. ત્યારે નિર્ણય તેમના પક્ષે આવ્યો હતો. પણ આ નિર્ણય કાગ પરનો વાઘ સાબિત થયો હતો. અદાલતના નિર્ણયનું પરિણામ શૂન્ય આવ્યું અને તેમને કોઇ મદદ મળી શકી નથી. એટલે તેઓ સરાકાર પાસે મદદ માગી રહ્યાં છે.

પ્રજાપ્રેમી અને કર્તવ્યનિષ્ઠ પૂર્વ ધારાસભ્ય જેઠાભાઇ ઠાકોર સરકારી કચેરીઓના ધક્કા ખાવા મજબૂર

ઉલ્લેખનીય છે કે, સાબરકાંઠા જિલ્લામાં એસ.ટી અનામત બેઠક તરીકે ખેડબ્રહ્મા વિધાનસભા આઝાદીથી આજ દિન સુધી કેટલાય ધારાસભ્યો રહી ચૂક્યાં છે. જો કે, સ્થાનિક જનતા માટે આજે પણ જેઠાભાઈ ઠાકોરનું નામ વિશેષ રીતે જાણીતું છે. 1967થી 1971 સુધી ખેડબ્રહ્માના ધારાસભ્ય પદે રહેલા જેઠાભાઇ ઠાકોર સાયકલ પ્રવાસ કરી સ્થાનિક કોંગ્રેસ ઉમેદવાર સામે સ્વતંત્ર પક્ષના ઉમેદવાર તરીકે 17 હજારથી વધુ મત મેળવી વિજેતા થયા હતા. તેમજ એસ.ટી.બસમાં ખેડબ્રહ્માથી ગાંધીનગર જતા હતા દુષ્કાળના વર્ષ તરીકે આ પાંચ વર્ષમાં તળાવ તેમજ રસ્તાના કામને પ્રાધાન્ય આપ્યું હતું. આ વર્ષો દરમિયાન સ્થાનિક લોકો સહિત સમગ્ર વિધાનસભામાં સાઇકલ પર પ્રવાસ કરી લોકોના સુખ દુઃખ ભાગીદાર બન્યા હતા.

આવા, પ્રજાપ્રેમી ધારાસભ્ચ આજે તંત્રની ક્રૂર વ્યવસ્થાનો ભોગ બની રહ્યાં છે. છતાં તેમના વિચારોમાં કોઇ પરિવર્તન આવ્યું નથી. તે આજે પણ દેશની વ્યવસ્થામાં માને છે. અને દેશના વહીવટી તંત્ર પર વિશ્વાસ રાખે છે. પાંચ વર્ષ સુધી ધારાસભ્ય પદ રહ્યાં બાદ પણ તેમની પાસે બીપીએલ રેશનકાર્ડ તેમજ વારસદારો તરફથી મળેલું મકાન જ છે. જે કર્તવ્યનિષ્ઠ નેતાનું ઉદારહણ પુરૂં પાડે છે.

Last Updated : Jul 10, 2019, 9:35 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details