ગુજરાત

gujarat

ETV Bharat / state

સાબરકાંઠાના પ્રાંતિજના SBIના ATMમાં લાગી આગ - આગ ન્યૂઝ

સાબરકાંઠાઃ જિલ્લાના પ્રાંતિજમાં રવિવારે વહેલી સવારે SBIના ATMમાં અચાનક આગ લાગતા સમગ્ર વિસ્તારમાં ભારે ખળભળાટ સર્જાયો હતો. જોકે સ્થાનિકોએ આગ પર કાબૂ મેળવતા વધુ નુકસાન થતું અટકી ગયું હતું તેમજ ફાયર ફાઈટરની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. જોકે ATMમાં કુલ કેટલું નુકસાન થયું છે તે હજૂ સુધી નક્કી થઈ શક્યું નથી.

Fire In SBI ATM
સાબરકાંઠા

By

Published : Jan 6, 2020, 2:17 AM IST

પ્રાંતિજમાં SBIના ATMમાં રવિવારે વહેલી સવારે એકાએક આગ લાગી હતી જેના પગલે સ્થાનિક વિસ્તારમાં ભારે દોડધામ સર્જાઇ હતી. ફાયર ફાઈટરને જાણ કરતા ફાયર ફાઈટર આવે તે પહેલા જ સ્થાનિકોએ આગ પર કાબુ મેળવી લીધો હતો. તેમજ આગ પર કાબુ મેળવતા પહેલા ATM સહિત એસી અને અન્ય રાચરચીલું બળીને ખાખ થઈ ચૂક્યું હતું. સ્થાનિકોએ આગ પર કાબુ મેળવી આગ લાગવાના કારણોની તપાસ કરતા શોટ સર્કિટના પગલે આગ લાગી હોવાનો પ્રાથમિક અંદાજ માનવામાં આવે છે, જોકે આગ કયા કારણે લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી.

સાબરકાંઠાના પ્રાંતિજના SBIના ATMમાં આગ

સામાન્ય સંજોગોમાં તમામ ATM કેન્દ્રો પર ફાયર ફાઈટર સહિતની સુવિધાઓ ઉપલબ્ધ રાખવામાં આવતી હોય છે. જોકે આ ATMમાં આવી કોઈ સગવડ રાખવામાં આવી ન હતી ત્યારે આગામી સમયમાં સ્થાનીક બેન્કોએ પણ ATMની સુરક્ષા અંગે વધુ વિચારવું પડે તેવી પૂર્ણ સંભાવનાઓ છે.

ABOUT THE AUTHOR

...view details