વડાલીઃ સાબરકાંઠાના વડાલીમાં ગુરૂવારે સાંજના સમયે અચાનક બજાર વિસ્તારમાં એક ગોડાઉનમાં આગ લાગતા સમગ્ર વિસ્તારમાં ભાગદોડ મચી હતી. જો કે, ફાયર વિભાગે આગ ઉપર કાબૂ મેળવ્યો હતો, પરંતુ તે પહેલા સ્થાનિક ગોડાઉનમાં લાખોનું નુકસાન થઈ ચુક્યું હતું.
સાબરકાંઠાઃ વડાલીના ગોડાઉનમાં આગ, ફાયર વિભાગનો આગ પર કાબૂ
સાબરકાંઠાના વડાલીમાં એક સ્થાનિક ગોડાઉનમાં આગ લાગી હતી. આગ લાગતા જ વિસ્તારમાં ભાગદોડ મચી ગઈ હતી. જો કે, બાદમાં ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવાયો હતો. સદનસીબે કોઈ જાનહાની થઈ નથી.
sabarkantha
સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં સાંજના સુમારે અચાનક એક ગોડાઉનમાં આગ લાગતા સમગ્ર વિસ્તારમાં ભારે ખળભળાટ મચ્યો હતો. જો કે, પોલીસ સહિત ફાયર વિભાગે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ બુજાવવાની તજવીજ હાથ ધરી હતી, પરંતુ આગ ઉપર કાબૂ મેળવતા પહેલા ગોડાઉનમાં રહેલો તમામ સામાન બળીને ખાખ થઈ ચૂક્યો હતો. જો કે, આગ લાગવા પાછળનું મુખ્ય કારણ જાણી શકાયું નથી. મહત્વનું છે કે, સદ્ભાગ્યે આગમાં કોઈ જાનહાની થઈ નથી.