ગુજરાત

gujarat

ETV Bharat / state

દીકરી હવે ઘરમાં પણ નથી સુરક્ષિત, હવસખોર બાપે આચર્યું દુષ્કર્મ - Sabarkantha

સમાજ જીવનમાં જાણે કે હળાહળ કળિયુગ વ્યાપ્યો હોય તેમ સાબરકાંઠાના હિંમતનગરમાં સગીર પુત્રીને સગા બાપે હવસનો શિકાર બનાવતા સમગ્ર જિલ્લામાં ખળભળાટ સર્જાયો છે. આ બાબતે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપી બાપની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

હવસખોર બાપ
હવસખોર બાપ

By

Published : Feb 22, 2021, 8:35 PM IST

  • સાબરકાંઠામાં સંબંધો લજવાયા
  • સગી દીકરી પર દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ નોંધાતા આરોપીની અટકાયત
  • સાબરકાંઠા જિલ્લામાં ખળભળાટ

સાબરકાંઠા : જિલ્લાના હિંમતનગર વિસ્તારમાં બે પુત્રીઓ તેમજ 5 દીકરાના બાપે સગીર દીકરી પર દુષ્કર્મ ગુજારતા સમગ્ર વિસ્તારમાં ગભરાટ વ્યાપ્યો છે. રાજસ્થાનથી ગુજરાતમાં આવીને ગત 6 વર્ષથી વસવાટ કરતા રાજસ્થાની પરિવાર મજૂરી કરીને પોતાનું જીવન નિર્વાહ ચલાવતો હતો. આ સાથે સંતાનોની માતા મજૂરી કરી ઘરના તમામ સભ્યો જીવનનિર્વાહ કરે છે, ત્યારે કુટુંબના તેમજ પરિવારના મોભી તરીકેની જવાબદારી હોવા છતાં તેના પતિએ કોઈ કામ ધંધો કર્યો નથી. જો કે 7 સંતાનોના પિતાએ પોતાની સૌથી મોટી પુત્રી અને એકલતાનો લાભ લઇ પોતાની હવસનો શિકાર બનાવી છે. જેની ફરિયાદ યુવતીની માતાએ હિંમતનગર પોલીસ સ્ટેશનને આપતા આરોપી બાપની અટકાયત કરવામાં આવી છે. પોલીસે પુત્રી પર દુષ્કર્મ ભયના પગલે પોતાના પતિ સામે ફરિયાદ કરતા પોલીસે પણ તાત્કાલિક ધોરણે આરોપીની અટકાયત કરી છે. એક તરફ સભ્ય સમાજની વાતો થઇ રહી છે, તો બીજી તરફ સમાજ જીવનમાંથી જાણે કે સંબંધોની મર્યાદા ઘટતી હોય તેવું સાબિત કર્યું છે.

સગી દીકરી પર દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ નોંધાતા આરોપીની અટકાયત

છ વર્ષથી ગુજરાતમાં વસવાટ

રાજસ્થાનથી આવેલો મારવાડી પરિવાર ગત 6 વર્ષથી સાબરકાંઠાના હિંમતનગર વિસ્તારમાં વસવાટ કરે છે, તેમજ 7 સંતાનોની માતા મજૂરી કરીને સમગ્ર કુટુંબનું ભરણપોષણ કરે છે. જો કે પોતાની સૌથી મોટી સગી પુત્રી પર બાપે દુષ્કર્મ આચરીને બાપ દીકરીના સંબંધ પર લાંછન લગાવ્યું છે. સભ્ય સમાજની વાતો વચ્ચે સમાજની કલંક બનેલી આ ઘટનાથી આગામી સમયમાં પારિવારિક સંબંધો કેટલા મજબૂત હોવા જોઈએ તે નક્કી થવું જરૂરી છે.

સંબંધોને લજવતી કેટલી અન્ય ઘટનાઓ

'બાપની લાડકી દિકરી' કહેવતને લજવે તેવી ઘટના, બાપે જ 11 વર્ષીય પુત્રી પર આચર્યું દુષ્કર્મ, નરાધમની ધરપકડ

સુરત:શહેરમાં દિન પ્રતિદિન બાળકીઓ સાથે દુષ્કર્મની ઘટનાઓ વધતી જાય છે. છેલ્લા 15 દિવસમાં 3 દુષ્કર્મની ઘટનાઓ સામે આવી છે. માન દરવાજા વિસ્તારમાં ફરી એક વાર સાવકા બાપે જ 11 વર્ષીય પુત્રી પર દુષ્કર્મ આચરતા શહેરમાં ચકચાર મચી ગઈ છે. પોલીસે નરાધમ બાપની ધરપકડ કરી છે.

ખેડામાં નરાધમ પિતાએ સગી દિકરી પર 2.5 વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું

ખેડા:જિલ્લાના એક ગામમાં નરાધમ પિતા દ્વારા પોતાની સગી પુત્રી પર ગત 2.5 વર્ષથી દુષ્કર્મ ગુજારવાની ઘટના સામે આવી રહી છે. મળતી માહિતી મુજબ, આરોપી પ્રોહિબિશન ગુનામાં જામીન મેળવવા માગતો હતો. જેમાં દિકરી સાથે સંબંઘ બાંધવાથી જામીન મળી જવા અંગે ભુવાએ નરાઘમ પિતાને કહ્યું હતું. જેથી આરોપી પિતા 2.5 વર્ષની દિકરીના ધાક-ધમકી આપીને દુષ્કર્મ ગુજારતો હતો.

સાવકા પિતાએ સગીર દીકરી સાથે દુષ્કર્મ આચર્યું

અમદાવાદ :પિતા-પુત્રીની સંબંધને લજવતો એક કિસ્સો શહેરના અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. જેમાં એક સાવકા પિતાએ જ પોતાની 12 વર્ષની દિકર પર દૂષ્કર્મ આચર્યું છે. એટલું જ નહીં આ વાત કોઈને કહેશે, તો દિકરીની મમ્મીને મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ મામલે આરોપીની પત્ની એટલે કે, પીડિતાની માતાની ફરિયાદ બાદ પોલીસે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી છે.

મામાજીની પુત્રી સાથે દુષ્કર્મ આચરનારો જમાઇ થયો પોલીસ હવાલે

રાજકોટ : આરોપી મોરબીના કાગદડી ગામનો રહીશ છે જેનું સાસરું ગોંડલના દેવચડી ગામમાં છે. આરોપીની તેની પત્ની રીસામણે હોવાથી તે વીરપુરમાં પોતાના મામાજી સસરાને ત્યાં આવી અને તેમને જણાવ્યું હતું કે પોતે નવી કાર લીધી છે જે પોતાની પત્નીને દેવચડી ગામે બતાવવા જવાનું છે. નવી કારને કુંવારી કન્યાના હાથે શગુનનું તિલક કરાવવાનું કહી તે મામા સસરાની પુત્રીને પોતાની સાથે લઇ ગયો હતો. મામાજીએ પણ જમાઈને ખોટું લાગશે તેમ વિચારી પોતાની દસ વર્ષની પુત્રીને તેની સાથે મોકલી હતી.

પાલનપુરમાં પિતા-પુત્રીના સબંધોને લાંછન, સાવકા પિતાએ પુત્રી સાથે આચર્યું દુષ્કર્મ

બનાસકાંઠા : પાલનપુર તાલુકાના એક ગામમાં સાવકા પિતાએ 13 વર્ષીય પુત્રી સાથે સતત 1 માસ સુધી દુષ્કર્મ આચર્યું હતું. આ સમગ્ર મામલાની જાણ 181 અભયમને થતાં અભયમની ટીમે સ્થળ પર પહોંચી તપાસ કરી હતી. જેમાં પાલક પિતા પોતાની 13 વર્ષીય પુત્રી સાથે ગત 1 માસથી દુષ્કર્મ આચરતો હોવાની સમગ્ર હકીકત બહાર આવી હતી. જેથી અભયમની ટીમ કિશોરીને પાલનપુર તાલુકા પોલીસ મથકે લાવી હતી અને બાળકી પોલીસને સોંપી હતી. જે બાદ હેવાન બનેલા પાલક પિતાને સજા અપાવવા માટે પોલીસ ખૂદ ફરિયાદી બની હતી.

પિતા-પુત્રીને લાંછન લગાડતો કિસ્સો : ભાવનગરમાં હેવાન પિતાએ દુષ્કર્મ આચરી પુત્રીને ગર્ભવતી બનાવી

ભાવનગર : વર્તમાન સમયમાં લાલબત્તી સમાન કિસ્સોઓ સામે આવી રહ્યા છે.આવી જ એક ઘટનાની વાત કરવામાં આવી છે. પિતાએ પુત્રી પર દુષ્કર્મ આચર્યું હતુ. પિતાએ દીકરી માટે ઈશ્વર સમાન હોઈ છે પરંતુ આ કળિયુગના એક પિતાએ પોતાની જ પુત્રીને પીંખી નાખી હતી. જેના કારણે લોકોમાં ફિટકારની લાગણી પેદા થઈ છે. આ ઘટનામાં પિતાએ 14 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચર્યુ હતુ.સગીરાને ગર્ભવતી પણ બનવી હતી. જેની ફરિયાદ નોંધાઇ હતી. તેને 12 દીકરી અને 1 દીકરો એમ કુલ 13 બાળકો છે. દારૂની ટેવ પડી જતા તે ભાન ભૂલીને પોતાની જ પુત્રી સાથે દુષ્કર્મ આચર્યું હતું.પોલીસે મેડિકલ તપાસ કરાવતા સગીરાને 4 માસનો ગર્ભ હોવાનું જણાય આવ્યુ હતુ. આથી સગીરાને મેડિકલ ચેકઅપ માટે ભાવનગર ખસેડાઇ હતી. પોલીસે આ સગીરાના પિતાને ઝડપી લઇને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

વિધવા મહિલા પર પોતાના કુટુંબના કાકા સસરાએ દુષ્કર્મ આચર્યુ

બનાસકાંઠા : જિલ્લા દુષ્કર્મની ઘટના બની હતી. વિધવા મહિલા પર પોતાના કુટુંબના કાકા સસરાએ દુષ્કર્મ આચર્યુ હોવાની ઘટના સામે આવી હતી. આ બાબતે વિધવા મહિલાએ કાકાજી સસરા સામે દૂષ્કર્મની ફરિયાદ નોંધાવતાં સમગ્ર હકીકત સામે આવી છે.

સંબંધો લજવાયા: ખેરગામમાં ત્રણ પિતરાઈ ભાઈઓએ બહેન સાથે આચર્યુ સામુહિક દુષ્કર્મ

નવસારી : જિલ્લાના ખેરગામમાં આવો જ એક શર્મનાક કિસ્સો સામે આવ્યો છે. જેમાં ત્રણ પિતરાઈ ભાઈઓએ 12 વર્ષીય બહેનની સાથે સામુહિક દુષ્કર્મ આચરી તેને ત્રણ મહિનાની ગર્ભવતી બનાવી દેતા ચકચાર મચી છે. સમગ્ર મામલે પીડિતાના પરિવારજનોએ ખેરગામ પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે ત્રણેય સગીરોને અટકમાં લઈ બાળ સુધાર ગૃહમાં મોકલી આપ્યા હતા.

સંબંધોને લાંછનઃ રાજકોટમાં નરાધમે વિધવા બહેન સહિત પરિવારની 2 મહિલાઓ સાથે આચર્યું દુષ્કર્મ

રાજકોટ : શહેરમાં ભાઈ બહેનના પવિત્ર સંબંધને લાંછન લગાડતી ઘટના સામે આવી છે. રાજકોટમાં રહેતા નરાધમે પોતાની જ સગી બહેનને હવસનો શિકાર બનાવી છે. સમગ્ર મામલે બહેને રાજકોટના તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. રાજકોટમાં સગી વિધવા બહેન પર દુષ્કર્મની ઘટના સામે આવતા હાહાકાર મચી જવા પામ્યો છે.

UPના અલીગઢમાં 4 વર્ષની બાળકી સાથે સબંધીએ આચર્યુ દુષ્કર્મ, બાળકી હોસ્પિટલમાં સારવાર હેઠળ

અલીગઢ : યુપીના હાથરસમાં એક યુવતી સાથે સામૂહિક દુષ્કર્મની ઘટનાના શાંત થઈ નથી, ત્યારે પાડોશી જિલ્લો અલીગઢમાં વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. અલીગઢમાં એક 4 વર્ષની બાળકી પર એક સંબંધીએ જ દુષ્કર્મ આચર્યું છે. બાળકીને હાલ સારવાર અર્થે હોસ્પટિલમાં ખસેડવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details