- વડાલી કંપાના ખેડૂતોએ કૃષિ સંગઠનોનો વિરોધ કર્યો
- દિલ્હીમાં ચાલી રહેલા આંદોલનનો વિરોધ કર્યો
- કિસાન કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી વધુ સક્ષમ બન્યો
સાબરકાંઠા : વડાલી કંપાના ખેડૂતોએ આજે કૃષિ સંશોધન ભારત સરકારને સમર્થન જાહેર કરી દિલ્હીમાં ચાલી રહેલા આંદોલનનો વિરોધ કર્યો હતો. તેમજ છેલ્લાં 7 વર્ષથી કોન્ટ્રાક્ટ ફાર્મિંગના સુધારાને પગલે ખેડૂતોનો વિકાસ થયો હોવાનું જણાવ્યું હતું. સાથો સાથ દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂતોના આંદોલન સામે પણ સવાલો ઉઠાવ્યા છે. જોકે ખેતી કરનારા લોકોને આગામી સમયમાં પોતાની ઉપજને ચોક્કસ ભાવ પહેલેથી નક્કી હોવાના પગલે નુક્સાન જવાની સંભાવના નહિવત્ રહેતી હોય છે. જેના કારણે કિસાન કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી વધુ સક્ષમ બન્યો છે. તેવુ વડાલી કંપા ખેડૂતો જણાવી રહ્યા છે.
કિસાનો કેન્દ્ર સરકારના સહયોગમાં આવ્યા
હરિયાણા તેમજ પંજાબના ખેડૂતોએ છેલ્લાં 40 દિવસથી દિલ્હીમાં ધામા નાખી કેન્દ્ર સામે વિરોધનો મોરચો માંડ્યો છે. જેના પગલે હવે સાબરકાંઠાના વડાલી કંપાના ખેડૂતોએ ભારત સરકાર દ્વારા કૃષિ સંશોધનમાં કરાયેલા ફેરફાર જણાવી તાજેતરમાં રજૂ થયેલા કૃષિ સંવિધાનના ફેરફારને યથાર્થ ગણાવી કેન્દ્ર સરકારના સહયોગમાં આવ્યા છે. જોકે, સ્થાનિક ખેડૂતોનું માન્યતા છે કે, ખેડૂતોએ છેલ્લાં સાત વર્ષમાં રોકડિયા પાક સહિત પોતાના જ અન્ય ધાન્યમાં પણ મબલખ આવક મેળવી છે. જે પાછળ સૌથી મહત્વની બાબત કોન્ટ્રાક્ટ ફાર્મિંગ બની રહી છે. જોકે, હાલમાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગ સહિત સંગ્રહ અને વેચાણ ઉપર કરાયેલા પરિવર્તનોના મામલે વિવિધ સંગઠનો દ્વારા વિરોધનો સૂર ઉઠ્યો છે.