સાબરકાંઠા: જિલ્લામાં પડેલા વરસાદના પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. પ્રથમ વરસાદ વાવણી લાયક થયો છે. વરસાદને પગલે ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયા છે. જેથી હવે પાકની વાવણી સુધી પાણીની ચિંતા કર્યા વિના સરળતાથી જિલ્લાના ખેડૂતો પૂરેપૂરી વાવણી કરી શકશે.
સાબરકાંઠામાં વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ - ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયા
સાબરકાંઠામાં થયેલા વરસાદના કારણે જગતના તાતમાં ખુશીનો માહોલ છવાયો છે. પ્રથમ વરસાદ વાવણી લાયક થયો છે. વરસાદને પગલે ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયા છે. જેથી હવે પાકની વાવણી સુધી પાણીની ચિંતા કર્યા વિના સરળતાથી જિલ્લાના ખેડૂતો પૂરેપૂરી વાવણી કરી શકશે.
અપર સર્ક્યુલેશનને પગલે વિધિવત ચોમાસાની શરૂઆત થાય તે પહેલાં જ આવેલા ભારે વરસાદના કારણે સાબરકાંઠા જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં વાવણી લાયક વરસાદ થયો છે. તેમજ મોટાભાગના તાલુકાઓમાં થયેલા વરસાદના પગલે ખેતરો પાણીથી તરબોળ થઇ ચૂક્યા છે. જેથી આગામી સમયમાં ખેેેડૂતને વાવેતર કરવા માટે કોઈપણ પ્રકારના પાણીની હવે જરૂરિયાત ઊભી નહીં થાય. સામાન્ય રીતે ખેેેડૂતત પાકની વાવણી માટે વરસાદની કાગડોળે રાહ જોતા હોય છે. જો કે, આ વર્ષે અપર સર્ક્યુલેશનને પગલે થયેલો વરસાદ ખેતીલાયક થયો છે.
ઉપરાંત શહેરોમાં નીચાણવાળા વિસ્તારમાં આવેલા મકાનમાં પાણી ભરાયા છે. તો બીજી તરફ વરસાદને પગલે ખેડૂતોના ખેતરો પાણી આવતા જગતના તાત માટે આ વરસાદ વરદાન સમાન બન્યો છે. તેમજ આગામી સમયમાં વાવણીની વિધિવત શરૂઆત થઈ શકશે.