સાબર ડેરી દ્વારા સડા ત્રણ લાખ પશુપાલકો આવક મેળવે છે. છેલ્લા કેટલાય સમયથી દૂધના ભાવમાં વધારો કરવાની માગ કરતાં હતા. જેને ધ્યાનમાં લઈ સાબર ડેરી મેનેજમેન્ટ દ્વારા બેઠક કરવામાં આવી હતી.
સાબર ડેરી દ્વારા દૂધના ભાવમાં વધારો થતાં પશુપાલકોમાં આનંદ - સાબર ડેરી દ્વારા દૂધના ભાવમાં વધારો
સાબરકાંઠાઃ જિલ્લાની જીવાદોરી સમાન સાબર ડેરી દ્વારા દૂધના ભાવમાં વધારો કરાયો છે. જેથી પશુપાલકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સાબર ડેરી મેનેજમેન્ટ દ્વારા બેઠક કરવામાં આવી હતી. જેમાં ગાયના દૂધમાં કિલો ફેટ દીઠ 660 રૂપિયા અને ભેંસના દૂધમાં કિલો ફેટ દીઠ રૂપિયા 700 ચૂકવવાનો નિર્ણય કરાયો છે.

સાબર ડેરી દ્વારા દૂધના ભાવમાં વધારો થતાં પશુપાલકોમાં આનંદ
આ બેઠકમાં દૂધ કિલો ફેટ દીઠ ભાવમાં 20 રૂપિયાનો વધારો કરાયો છે. ગાયના દૂધમાં કિલો ફેટ દીઠ 660 રૂપિયા ચૂકવાતા હતા.જેમાં વધારો કરીને 680 રૂપિયા કરાયા છે. તો ભેંસના દૂધમાં કિલો ફેટ દીઠ ચૂકવાતાં 680 રૂપિયામાં 20 રૂપિયાનો વધારો કરાયો છે. જેથી પશુપાલકોમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, ભાવ વધારાનો નિર્ણય બોર્ડ મિટીંગ દ્વારા નહીં પણ સાબરડેરી મેનેજમેન્ટ દ્વારા નિર્ણય લેવાયો છે.