ગુજરાત

gujarat

By

Published : Jul 1, 2022, 6:14 PM IST

ETV Bharat / state

એક પ્રેમાળ ખેડૂત પિતાએ અનોખી રીતે દીકરીના જન્મના વધામણા કર્યા, વર્ષો બાદ લાખોની કરે છે કમાણી

સાબરકાંઠાના ખેડૂતે 22 વર્ષ પહેલા પોતાની લાડકવાઇના જન્મની ખુશીમાં પોતાની 6 એકર જમીન પર પ્રાકૃતિક પધ્ધતિથી આંબા અને ચીકુંના વૃક્ષોનું વાવેતર(Sabarkantha Natural Farming)કર્યું હતું. દીકરીના જન્મની ખુશીને જિવંત રાખવા અને પર્યાવરણ સચવાય તે હેતુથી આંબા અને ચીકુંના વૃક્ષો વાવ્યા હતા. આ વૃક્ષો વાવી નિર્ણય કર્યો કે આ વૃક્ષોમાં હું ક્યારેય રાસાયણીક ખાતરોનો ઉપયોગ કર્યો નથી.

એક પ્રેમાળ ખેડૂત પિતાએ અનોખી રીતે દીકરીના જન્મના વધામણા કર્યા, વર્ષો બાદ લાખોની કરે છે કમાણી
એક પ્રેમાળ ખેડૂત પિતાએ અનોખી રીતે દીકરીના જન્મના વધામણા કર્યા, વર્ષો બાદ લાખોની કરે છે કમાણી

સાબરકાંઠા: જિલ્લાના ઇડર તાલુકાના વસાઇના ગામના દેસાઇ પરેશ ધીરાએ 22વર્ષ પહેલા પોતાની લાડકવાઇના જન્મની ખુશીમાં પોતાની 6 એકર જમીન પર પ્રાકૃતિક પધ્ધતિથી આંબા અને ચીકુંના વૃક્ષો વાવ્યા(Sabarkantha Natural Farming) હતા. પરેશ પોતે એમ.એસ.સી. સુધીનો અભ્યાસ કર્યો છે અને પોતે ઇડર કૃષ્ણનગરની શ્રીજી હર્બલ પોડક્ટ બનાવતી કંપનીમાં નોકરી કરે છે. આજે તેમની લાડકવાઇ પણ એમ.એસ.સીમાં અભ્યાસ કરી રહી છે.

વૃક્ષો વાવ્યા

ખેતરમાં આંબા અને ચીકુંના વૃક્ષો વાવ્યાં -પરેશ દેસાઇ જણાવે છે કે,22 વર્ષ પહેલા જ્યારે મારા (Zero budget natural farming)ઘરે દીકરીનો જન્મ થયો ત્યારે હું ખુબ જ ખુશ થયો હતો અને તે ખુશીને જિવંત રાખવા અને દીકરીના જન્મની યાદ તાજી રાખી પર્યાવરણ સચવાય તે હેતુથી મેં મારા ખેતરમાં આંબા અને ચીકુંના વૃક્ષો વાવ્યા હતા. આ વૃક્ષો વાવી નિર્ણય કર્યો કે આ વૃક્ષોમાં હું ક્યારેય રાસાયણીક ખાતરોનો ઉપયોગ નહી કરું. મારા પિતાના કહેવાથી હું આ વૃક્ષોમાં માત્ર અને માત્ર છાણીયા ખાતરનો ઉપયોગ કર્યો છે. આ વાડીના ફળ એકદમ મીઠા અને સંપૂર્ણ સાત્વિક છે.

આ પણ વાંચોઃવાહ..! વિસનગરના ખેડૂત પ્રધાનમંત્રી એક સ્વપ્ન સાકાર કરી રહ્યા છે આ રીતે...

પ્રાકૃતિક ખેતીની શરૂઆત -વધુમાં તેમણે જણાવ્યું કે, છેલ્લા દસ વર્ષથી (Natural farming benefits)તેઓ ગૌમૂત્રનો ઉપયોગ કરી ખેતી કરતા સાથે રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરતા હતા. પરંતુ આત્મા પ્રોજેક્ટ અંતર્ગત ગામમાં મીટીંગ યોજાઇ જેમાં સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી અંગેની જાણકારી મળી. આ સાથે પ્રાકૃતિક ખેતીની શરૂઆત સુભાષ પાલેકરજીની વડતાલ ખાતે 7 દિવસની તાલીમ તેમજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનાં કુરુક્ષેત્ર ખાતેનાં ફાર્મની મુલાકાત લઇ સંપૂર્ણ પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી છે.

આવકમાં વધારો થયો -પરેશ દેસાઈ પોતાના અનુભવો જણાવતા કહે છે કે, રાસાયણિક ખેતીમાં ખાતરોનો ખર્ચ, જંતુનાશક દવાનો ખર્ચ વધુ અને જમીનની ફળદ્રુપતા ઓછી થઇ ગઈ હતી જેના કારણે ઉત્પાદન ઓછુ મળવા લાગ્યું. રાસાયણિક ખેતી થકી કપાસ, મગફળી, દિવેલા, ઘઉં, બાજરી વગેરે જેવા પાકો લીધા છે. રાસાયણિક ખેતી સામે ખેતીમાં જ્યારથી પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી છે ત્યારથી ઉત્પાદન વધવા લાગ્યું ખર્ચમાં ધટાડો થયો છે. જમીન પોચી અને ભરભરી થઇ, પાણીનો બચાવ થવા લાગ્યો, રોગ અને જીવાતનું પ્રમાણ ઓછુ થયું, આવકમાં વધારો થયો છે.

આ પણ વાંચોઃNatural Farming in Kutch : આ રીતે કચ્છના ખેડૂતોએ એક્સોટિક વેજીટેબલ્સનું કર્યું સફળ ઉત્પાદન, જાણો...

અનેક સમસ્યાઓનું સમાધાન આવ્યું -અનાજ, ફ્રૂટ, શાકભાજી, ઘાસચારો સાત્વિક મળવા લાગ્યો છે. હાલમાં પરેશ દેસાઈ પાસે બે દેશી ગાય છે અને પ્રાકૃતિક કૃષિ અંતર્ગત 6 એકર જમીનમાં આંબા, ચીકુ, બાજરી, ઘઉં, મગફળી, મગ, કપાસ અને ઘર વપરાશ માટે શાકભાજીની ખેતી કરે છે. તેમણે ઉમેર્યું કે કેમિકલનાં ઉપયોગથી ખેતીની આવક 400000 પરંતુ ખર્ચ 120000અને નફો 280000જ્યારે પ્રાકૃતિક ખેતીનાં ઉપયોગથી ખેતીની આવક 90000, ખર્ચ100000અને નફો 800000છે. તો હવે ખેડૂતે જ વિચારવાનું કે એનો નફો શેમા છે. શરૂઆતમાં મુશ્કેલીઓ પડશે પરંતુ ધીમે ધીમે ફાવટ આવતા તમને જાતે જ અનુભવ થશે કે ખરેખર સાચે નફો છે. પ્રકૃતિના સંવર્ધન થકી આવક બમણી થશે. પ્રાકૃતિક ખેતી દ્રારા પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્ય બચાવવાની એક પહેલ કરવામાં આવી છે. પ્રાકૃતિક ખેતી અનેક સમસ્યાઓનું સમાધાન છે અને ખેડૂતો માટે વરદાન છે.

ABOUT THE AUTHOR

...view details