ગુજરાત

gujarat

ETV Bharat / state

સાબરકાંઠાના વિજયનગરમાંથી નકલી સ્ટેમ્પ કૌભાંડ ઝડપાયું - Gujarati News

સાબરકાંઠાઃ સ્ટેમ્પ કૌભાંડનું નામ સાંભળતા જ અબ્દુલ કરીમનું નામ યાદ આવી જાય છે. જો કે આવું જ એક કૌભાંડ સાબરકાંઠાના વિજયનગરમાંથી ઝડપાયુ છે. જેમાં સ્ટેમ્પ વેન્ડરની પરવાનગી ન હોવા છતાં, એક વકીલે લાખો રૂપિયાના નકલી સ્ટેમ્પ તેમજ ખોટા દસ્તાવેજ તેમજ મામલતદારની ખોટી સહીઓ કરી કૌભાંડ આચર્યુ છે.

વિજયનગરમાંથી નકલી સ્ટેમ્પ કૌભાંડ ઝડપાયુ

By

Published : Jun 28, 2019, 11:18 PM IST

સાબરકાંઠાના વિજયનગરમાં એક સપ્તાહ અગાઉ સ્થાનિક અરજદારે રૂપિયા 100નો સ્ટેમ્પ કરાવ્યો હતો, જેમાં મામલતદારની સહી નકલી હોવાનું ધ્યાને આવતા આ સમગ્ર મામલો ગરમાયો હતો. જો કે મામલતદાર તેમજ પ્રાંત દ્વારા આ મુદ્દે તપાસ હાથ ધરાતા છેલ્લા કેટલાક સમયથી સ્ટેમ્પ વેન્ડરનું કામ કરતા સ્થાનિક વકીલની શંકાસ્પદ ભૂમિકા નજરે પડી હતી. જેના પગલે વકીલ સામે તપાસ કરી પોલીસે રેડ કરતા 5000 રૂપિયાથી વધુના 20, 50 અને 100 રૂપિયાના સ્ટેમ્પ મળી આવ્યા હતા.

જે તમામ સ્ટેમ્પ વહીવટી રીતે યોગ્ય ન હતા અન્ય તાલુકાઓના સ્ટેમ્પ પણ ખોટા નામ તેમજ સહી કરેલી હાલતમાં વિજય નગરથી ઝડપાયા હતા. ગંભીર પ્રકારના ગણાતા આ ગુનામાં મામલતદાર દ્વારા વધુ તપાસ હાથ ધરી હાલમાં પોલીસ કેસ કરવામાં આવ્યો છે. જો કે નકલી ગણી શકાય એવા સ્ટેમ્પના આધારે કેટલા ખોટા કામ થયા હશે એ તો તપાસનો વિષય છે. ત્યારે આ કામ કેટલા લોકો જોડાયેલા હશે તેમજ કેટલા લોકો સાથે છેતરપિંડી થઈ જશે એ તો સમય બતાવશે. પરંતુ હાલમાં વહીવટીતંત્ર દ્વારા તમામ દસ્તાવેજો સાથે પોલીસ કેસ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details