સાબરકાંઠા જીલ્લાનાં હિંમતનગર અને ઇડરમાં નર્સિગ, ફાયર બ્રિગેડનાં કોર્સ કરાવતી કોલેજો ખોલીને લોકો સાથે ખુલ્લે આમ છેતરપિંડી થઇ રહી છે. આદિવાસી અને ગરીબ વર્ગનાં લોકો સૌથી વધુ ભોગ બન્યાં છે. બાળકને તરત જ નોકરી મળે અને ઘરમાં રાહત રહે તેવા આશય સાથે પરસેવાની કમાણી બાળકનાં અભ્યાસક્રમ પાછળ કરતા હોય છે અને બાદમાં આવા સર્ટીફિકેટનાં કારણે નોકરી મળતી નથી.
તંત્ર શું આંધળુ છે! હિંમતનગરમાંથી નકલી ડિગ્રી આપનારી સંસ્થા ઝડપાઈ - વહીવટી તંત્ર
હિંમતનગર: જિલ્લામાં બોગસ ડિગ્રીનાં ચાલતાં કાળા કારોબારનો પર્દાફાશ થયો છે. જિલ્લાનાં કેટલાક આલા અધિકારીઓએ પણ આ બાબતે વહીવટી તંત્રનું ધ્યાન દોર્યું છે, પરંતુ હજુ સુધી તંત્રએ તેની વિરુદ્ધ કોઈ પણ કાર્યવાહી કરી નથી.
ફાયર મેનનો કોર્સ કરાવતી આ સંસ્થા આ કોર્સ બાબતે સાબરકાંઠા અને અરવલ્લીનાં ચીફ ફાયર ઇન્સ્પેકટરનું કહેવું છે કે સાબરકાંઠા જીલ્લા પંચાયતનાં આરોગ્ય વિભાગ દ્વારા બે મહિનાં પહેલા નર્સ માટેનાં ઈન્ટરવ્યું લેવાયા હતાં. જેમાં આ જ કોલેજનાં બે વિદ્યાર્થીઓ એવા હતા કે જેમનાં પાસે બે માર્કશીટો હતી અને તે પણ અલગ અલગ નંબરની, સાબરકાંઠા જીલ્લા આરોગ્ય અધિકારીએ તાત્કાલિક આ બે વિદ્યાર્થીઓની માર્કશીટો ઝપ્ત કરી અને સાબરકાંઠા એસ.ઓ.જી પોલીસને લેખિતમાં અરજી કરી ફરિયાદ નોધાવવા જણાવ્યું હતું .બે મહિના થયા હોવા છતાં હજુ સુધી સાબરકાંઠા પોલીસ તેમાં માત્ર તપાસ જ કરી રહી છે અને આ ઈસમો દરરોજ ગુજરાતનાં તમામ અખબારોમાં પોતાની જાહેરાતો આપીને લોકોને ઠગી રહ્યા છે. હાલમાં પણ આ લોકોએ ભરતી ચાલુ કરી લોકો પાસેથી રૂપિયા ખંખેરવાનું ચાલુ કરી દીધું છે. છતાં તેની સામે કોઈ પણ જાતની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી.