પોળોના જંગલો જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરથી 65 કિમીના અંતરે આવેલા છે. આ પોળોના જંગલ કુદરતના ખોળે વસેલા મહાભારત કાલિન પ્રાચીન પોળોનગરીના અવષેશો હજી પણ પ્રવાસીઓને આકર્ષે છે. કુદરતના સાનિધ્યમાં ખળ-ખળ વહેતા શાંત નિર્મળ ઝરણા સોળે કળાએ ખીલેલી વનરાજી અને સાથે હરણાવ નદીનો વહેતો પ્રવાહ, કુદરતી સૌદર્યના આવા વાતાવરણમાં કોઇને પણ ઘરે જવાની ઇચ્છા ન થાય તેવુ નયનરમ્ય વાતાવરણ માણવા લોકો અહીં ખુશી ખુશી આવે છે.
સાબરકાંઠામાં જંગલમાં પ્રકૃતિ સોળે કલાએ ખીલી, વરસાદમાં નયનરમ્ય દ્રશ્યો સર્જાયા - polo forest tracking news
સાબરકાંઠા: જિલ્લામાં વૈવિધ્યસભર આદિજાતિની સંસ્કૃતિ અને આહ્લાદક વાતાવરણ માટે જાણીતો છે. તેમાં પણ સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના જંગલની વાત જ નિરાળી છે. ચોમાસાની ઋતુમાં આ જંગલની વનરાજી જાણે સોળે કળાએ ખીલી ઉઠે છે. 'પોળોના જંગલ' તરીકે ઓળખાતી આ વનરાજીમાં ચોમાસાની ઋતુમાં પ્રવાસીઓ માટે ઉતમ પર્યટન સ્થળ ગણાય છે.
sabarkanthas
વરસાદના આગમન બાદ પોળોના જંગલોમાં લોકો વન-ડે પિકનીક મનાવા આવે છે. શહેરોના કોલાહલથી દૂર ભાગદોડ અને તનાવપૂર્ણ પ્રદુષણવાળા વાતાવરણથી દૂર શાંત અને શુદ્ધ વાતાવરણમાં કુદરતના ખોળે આવી લોકો પોતાના બધા ટેન્શન ભૂલી પરિવાર અને મિત્રો સાથે આનંદની પળો માણી શકે છે.