ગુજરાત

gujarat

ETV Bharat / state

હિંમતનગરમાં કોરોના પોઝિટિવ, આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું - હિમતનગર

સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસ હાહાકાર સર્જાય છે. સાબરકાંઠાના હિમતનગર ખાતે પણ પ્રાથમિક ધોરણે બે દર્દી કોરોના વાયરસના જણાતા બંને દર્દીને હિંમતનગર આઇસોલેશન વોર્ડમાં એડમીટ કરવામાં આવ્યા હતા. જેમાંથી એકને રજા આપવામાં આવશે. જ્યારે એક દર્દીને હાલમાં દેખરેખ હેઠળ રાખવામાં આવશે છે.

effect-of-corona-virus-on-two-patients-in-himatnagar-situation-under-control
હિમતનગરમાં કોરોના પોઝીટીવ, આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું

By

Published : Feb 4, 2020, 10:27 PM IST

સાબરકાંઠાઃ હિંમતનગર ખાતે સિવિલ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં કોરોના વયરસની શંકાસ્પદ રીતે અસર જણાઈ હતી. જે કારણે બંને દર્દીઓને આ વાયરસના પગલે એડમીટ કર્યા હતા. જો કે, એકની તબિયત બિલકુલ સારી જણાતા તેને રજા આપવામાં આવી છે. અન્ય એકને સિવિલ હોસ્પિટલ હિંમતનગર ખાતે આઈસોલેશન વોર્ડમાં દેખરેખ હેઠળ રાખવામાં આવ્યો છે.

હિમતનગરમાં કોરોના પોઝીટીવ, આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું

સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના પગલે હાહાકાર સર્જાયો છે. ભારતમાં પણ વિવિધ રાજ્યોમાં અને શહેરોમાં કોરોના વયરસના દર્દીઓ જોવા મળી રહ્યાં છે. સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ મુદ્દે તાત્કાલિક ધોરણે સિવિલ હોસ્પિટલ ખાતે પૂરેપૂરી સારવાર આપવા તેમજ આ વાયરસના દર્દીઓને અલગ રાખી ટ્રીટમેન્ટ આપવાનાં પ્રયાસ હાથ ધરાયો છે.

હાલમાં સમગ્ર વહીવટી તંત્ર કોરોના વાયરસ નામની મહામારી સામે જાગૃત અવસ્થામાં છે. આ મહામારી અન્ય જગ્યાએ પણ ફેલાય નહીં, તે જોવાનું મહત્ત્વનું બની રહેશે.

ABOUT THE AUTHOR

...view details