- કૃષિ સંશોધન બિલના વિરોધમાં આજે ભારત બંધનુ એલાન
- સાબરકાંઠા જિલ્લામાં બંધના એલાનની કોઈ અસર નહીં
- હાઈવે ઉપર ટાયર સળગાવી કોંગી કાર્યકરોએ કર્યો વિરોધ
- નેશનલ હાઇવે નંબર આઠ ઉપર 15 કાર્યકર્તાઓની અટકાયત
હિંમતનગરઃ ભારત સરકાર દ્વારા રજૂ કરાયેલા ત્રણ નવા કૃષિ સંશોધન બિલના વિરોધમાં ભારત બંધની સાબરકાંઠા જિલ્લામાં નહીંવત અસર જોવા મળી છે. જોકે કોંગ્રેસી ધારાસભ્ય અશ્વિન કોટવાલ સહિત 15 કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે.
અમદાવાદ હાઇવે જામ કરવા જતા 15 કોંગી કાર્યકર્તાઓની અટકાયત કૃષિ સંશોધન બિલના વિરોધમાં આજે ભારત બંધનુ એલાન
કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ મામલે ત્રણ નવા સંશોધન બિલ પસાર થઈ જતાં આજે વિપક્ષ સહિત કુલ 11 પાર્ટીઓએ ભારત બંધનું એલાન આપ્યું હતું. જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં બંધની કોઈ અસર જોવા મળી નથી. સવારથી જ જિલ્લાના તમામ રોડ-રસ્તા એપીએમસી માર્કેટ સહિત બજારો ખુલ્લા જોવા મળ્યા હતા. જોકે કોંગ્રેસ વિધાનસભા દંડક અશ્વિન કોટવાલ તેમજ અન્ય 15 જેટલા કાર્યકર્તાઓની નેશનલ હાઇવે નંબર આઠ ઉપર ટાયર સળગાવી વિરોધ કરવા જતા તમામની સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. તેમજ હાલમાં સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત પૂર્વ ધારાસભ્યની પણ અટકાયત કરવામાં આવી છે.
હાઈવે ઉપર ટાયર સળગાવી કોંગી કાર્યકરોએ કર્યો વિરોધ
ભારત સરકાર દ્વારા રજૂ કરાયેલા કૃષિ સંશોધનને પગલે વિપક્ષ સહિત કુલ 11 રાજકીય પક્ષો દ્વારા આજે ભારત બંધ એલાન આપવામાં આવ્યું હતું. જોકે સાબરકાંઠા જિલ્લામાં સવારથી જ બંધને નહીંવત અસર જોવા મળી હતી. આ સાથો-સાથ કોંગ્રેસ દંડક અશ્વિન કોટવાલ તેમજ ખેડબ્રહ્મા વિજયનગરના ધારાસભ્ય સહિત 15 કાર્યકર્તાઓ દ્વારા નેશનલ હાઇવે નંબર 8 કરવાનો પ્રયાસ કરાયો હતો. જ્યાં ટાયર સળગાવી કેન્દ્ર સરકારની નીતિનો વિરોધ કરાયો હતો. જોકે હિંમતનગર પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે જ સરકારે હટાવી ટ્રાફિક ખુલ્લો કર્યો હતો. તેમજ ધારાસભ્ય સહિત 15 જેટલા કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરી છે. જોકે આગામી સમયમાં આગમી સમયમાં ભારત બંધની અસર કેટલી અને કેવી રહેશે એ તો સમય બતાવશે.