સાબકાંઠાઃ ગુજરાતી ફિલ્મના સુપર સ્ટાર તેમજ ઇડર વિધાનસભાના ભાજપના ધારાસભ્ય હિતુ કનોડિયા દ્વારા કોરોના વાયરસ મુદ્દે વડાપ્રધાનની અપીલ ના સમર્થનમાં એક વીડિયો વાઇરલ થયો છે. જેમાં હિતુ કનોડિયાએ કોરોના વાઇરસ સામે ડર્યા વિના સાવચેતી રાખવા માટે સ્થાનિક જનતાને અપીલ કરી છે.
હિતુ કનોડિયાએ ફિલ્મી અંદાજમાં કોરોના વાઈરસ અંગે કરી અપીલ - Eder MLA
સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસ સામે જાગૃતિ લઇ આવવા વિવિધ પ્રયાસો હાથ ધરાયા છે, ત્યારે સાબરકાંઠાના ઇડર વિધાનસભાના ધારાસભ્ય હિતુ કનોડિયા દ્વારા ફિલ્મી અંદાજમાં કોરોના વાઇરસ સામે જાગૃતિ માટે એક વીડિયો વાઇરલ કર્યો છે.
corona virus
દિનપ્રતિદિન વધતાં રહેલા કોરોના વાઇરસ સામે ધારાસભ્યની અપીલની સાથો સાથ વડાપ્રધાને કરેલી હાકલને કેટલો સહયોગ મળે છે. તેમજ જનતા કર્ફ્યુથી કોરોના વાઇરસને વધતો કેટલા અંશે અટકાવી શકાય છે, તે તો આગામી સમય જ બતાવશે.
Last Updated : Mar 22, 2020, 9:23 AM IST