સાબરકાંઠાના ખેડબ્રહ્માના વિખરણ ગામે 2014માં બે પરિવારો વચ્ચે જમીન મામલે છેલ્લા કેટલાક સમયથી વિવાદ ચાલતો હતો. જેમાં એક દિવસ ઘાતક હથિયારો સાથે હુમલો થયો હતો જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. જેથી આ મામલે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં સામ સામે ફરિયાદ નોંધાઈ હતી. જો કે, આ કેસ ઈડર કોર્ટમાં ચાલી જતા આજે એક સાથે નવ વ્યક્તિઓને ઈડર કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. તેમજ હજુ ત્રણ વ્યક્તિઓ સામે આગામી સમયમાં સુનાવણી હાથ ધરાનાર છે.
ઈડર કોર્ટે વિખરણ ગામ હુમલા કેસમાં એક સાથે 9 વ્યક્તિઓને ફટકારી આજીવન કેદની સજા - Khedbrahma Police Station
સાબરકાંઠાઃ વર્ષ 2014માં ખેડબ્રહ્માના વિખરણ ગામે જમીન મામલે બે પરિવાર વચ્ચે ઘાતક હથિયારોથી હુમલો થતા ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. આ કેસમાં ઈડર કોર્ટ દ્વારા આજે એક સાથે નવ વ્યક્તિઓને આજીવન કેદની સજા ફટકારતા સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે. તેમજ અન્ય ત્રણ વ્યક્તિઓ સામે આગામી સમયમાં સુનાવણી હાથ ધરાશે.
vitaran village attack case
સાબરકાંઠા જિલ્લામાં એક સાથે 9 વ્યક્તિઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હોય તેવો આ પ્રથમ બનાવ છે. જેના પગલે ઈડર કોર્ટ પરિસર સહિત સમગ્ર જિલ્લામાં ભારે ખળભળાટ સર્જાયો છે.
Last Updated : Sep 27, 2019, 10:16 PM IST