સાબરકાંઠાજિલ્લામાં હવામાન વિભાગ દ્વારા Meteorological department forecast આપવામાં આવેલા બે દિવસના રેડ એલર્ટને લઈ જિલ્લામાં મેઘાની ધમાકેદાર બેટિંગને લઈ નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. ખેડબ્રહ્મા તાલુકાના હરણાવ નદીમાં Harnao River of KhedBrahma Taluka ઘોડાપુર આવતા રુદ્રમાલા ગામની સીમમાંથી પસાર થતી હરણાવ નદીમાં ત્રણ યુવાનો ફસાયા હતા.
ખેડબ્રહ્માની હરણામ નદીમાં ત્રણ યુવાનોને રેસ્કયું કરીને બહાર કઢાયા... આ પણ વાંચોભારતીય કોસ્ટ ગાર્ડને મળી ડિસ્ટ્રેસ એલર્ટથી થયું રેસ્ક્યું ઓપરેશન, બચાવાયા આટલા ક્રૂ મેમ્બરો
હરણાવ નદી બે કાંઠે વહેતી થઈ સાબરકાંઠા જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા બે દિવસ સુધી મુશળધાર વરસાદ પડવાની આગાહી આપવામાં આવી હતી. ઉપરવાસમાં ભારે વરસાદને લઈ ખેડબ્રહ્મા તાલુકાની જીવાદોરી સમાન ખેડવા ડેમ ઓવરફ્લો Khedwa dam overflow થતાં હરણાવ નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું. હરણાવ નદીની આવક Water Income of Harnao river 1000 ક્યુસેક તેમજ 1000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. આ સાથોસાથ હરણાવ યોજનામાંથી 3000 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. જેથી ખેડબ્રહ્મા સાઈડ પસાર થતી હરણાવ નદી રૌદ્ર રૂપ ધારણ કરી બે કાંઠે વહેતી થતાં લોકોમાં ખુશી જોવા મળી હતી.
આ પણ વાંચોહોટેલમાં ભીષણ આગ લાગી છતાં કોઈ જાનહાનિ નહીં ફાયર બ્રિગેડનો છૂટી ગયો પસીનો
યુવાનોને બહાર કાઢવામાં તંત્ર સફળ રહ્યું ખેડબ્રહ્મા તાલુકામાં આવેલા રુદ્રમાલા ગામની Rudramala Village in KhedBrahma Taluka સીમમાંથી પસાર થતી આ હરણાવ નદીમાં ત્રણ યુવાનો અધ્ધ વચ્ચે બેટ જેવી જગ્યાએ ફસાયા હતા. સ્થાનિક લોકોએ તંત્રને જાણ કરતા ખેડબ્રહ્મા પ્રાંત અધિકારી મામલતદાર ફાયર ફાયટર ટીમ સહિત પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી હતી. નદીમાં ભારે પાણીના પ્રવાહ વચ્ચે ફસાયેલા ત્રણ યુવાનોને બચાવ અર્થે ઇડર, હિંમતનગર અને ખેડબ્રહ્મા ફાયર ફાયટર ટીમની મદદે યુવાનોને બહાર કાઢવામાં તંત્ર સફળ રહ્યું હતું.