ગુજરાત

gujarat

ETV Bharat / state

સાબરકાંઠામાં 5 સ્થળો પર કોવિડ-19 વેક્સિનેશન માટે ડ્રાય રન યોજાઈ - Corona vaccine dry run

વિશ્વમાં કોરોનાનો હાહાકાર ચાલી રહ્યો છે, ત્યારે કોરોનાના કહેરથી બચવા માટે વેક્સિન આવી રહી છે, જેને લઈને બુધવારે સાબરકાંઠા જિલ્લામાં 5 સ્થળોએ ડ્રાયરન યોજાઈ હતી. જેમાં વિવિધ બાબતોનો ખ્યાલ રાખવામાં આવ્યો હતો.

સાબરકાંઠામાં કોવિડ-19 વેક્સિનેશન માટે ડ્રાય રન
સાબરકાંઠામાં કોવિડ-19 વેક્સિનેશન માટે ડ્રાય રન

By

Published : Jan 7, 2021, 5:09 PM IST

  • સાબરકાંઠામાં કોવિડ-19 વેક્સિનેશન માટે ડ્રાય રન
  • 5 સેન્ટર પર યોજાઈ ડ્રાય રન
  • તમામ બાબતોની તકેદારી રખાઈ

સાબરકાંઠાઃ સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી ચાલી રહી છે. ત્યારે ભારતની સ્વદેશી બનાવટની વેક્સિન આપવાની જાહેરાત કરાઇ હોવાના પગલે સરકારે રાજ્યના અનેક જિલ્લામાં કોરોના વેક્સિનને લઈ ડ્રાય રન યોજી હતી, ત્યારે સાબરકાંઠા જિલ્લામાં પણ ડ્રાય રન યોજાઈ હતી. તમામ બાબતોની તકેદારી રાખી કોઈપણ પ્રકારની અન્ય તકલીફ ન સર્જાય તે માટે ડ્રાય રન યોજવામાં આવી હતી.

સાબરકાંઠામાં કોવિડ-19 વેક્સિનેશન માટે ડ્રાય રન

તમામ પ્રકારની માહિતી આપવામાં આવી

કોરોના વેક્સિનને લઈને બુધવારે જિલ્લામાં 5 સ્થળોમાં ડ્રાયરન યોજવામાં આવી હતી, જેમાં હિંમતનગરના હડિયોલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, હિંમતનગરની ખાનગી મેડિસ્ટાર હોસ્પીટલ, હિંમતનગર મેડિકલ કોલેજ, જામળા પ્રાથમિક શાળા અને અર્બનમાં આવતી હિંમત હાઈસ્કુલ ખાતે કોરોનાની વેક્સિનને લઈને ડ્રાયરન યોજાઈ હતી. જેમાં તમામ સેન્ટર પર 25 જેટલા આશાવર્કરોને બોલાવવામાં આવ્યાં હતા. આરોગ્ય અધિકારી અને તાલુકા અધિકારી, મેડિકલ ઓફિસર સહિતનો સ્ટાફ પણ ફરજ પર રહીને વેક્સિન કઈ રીતે લેવાની અને કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની એ તમામ પ્રકારની માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત વેક્સિન લીધા બાદ કોઈ આડઅસર ઉભી થાય તો તે માટે પણ તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે તેની પણ માહિતી અપાઈ હતી.

સાબરકાંઠામાં કોવિડ-19 વેક્સિનેશન માટે ડ્રાય રન

મતદાન મથકની જેમ જ રસીકરણ કરવામા આવશે

કોરોના વેક્સિન અપાયા બાદ જો વધુ તબીયત લથડે તો મેડિકલ કોલેજ સુધી જવા માટેના વાહનો અને એક મેડિકલ ડોક્ટર પણ તૈયાર રખાયો હતો. સાથોસાથ નાનામાં નાની બાબતોની તકેદારી રાખવામાં આવી હતી. જેના પગલે આગામી સમયમાં કોઈપણ પ્રકારની આડઅસર થાય તો દરેક માનવીને તાત્કાલિક મેડિકલ સુવિધા પુરી પાડી શકાય. જોકે, આ એક ડ્રાય રન હતી, પરંતુ રસીકરણ વખતે શાળાઓમાં મતદાન મથકની જેમ જ રસીકરણ કરવામા આવશે.

સાબરકાંઠામાં 5 સ્થળો પર કોવિડ-19 વેક્સિનેશન માટે ડ્રાય રન યોજાઈ

ABOUT THE AUTHOR

...view details