- હોસ્પિટલમાં નર્સ અને ડોક્ટર હડતાલ ઉપર
- વિવિધ 14 માંગને પગલે હડતાલ
- છેલ્લા દસ વર્ષથી માંગણી, છતાં શુન્ય પરિણામ
સાબરકાંઠા:જિલ્લાની GMERS મેડિકલ કોલેજના ડોક્ટર સહિત નર્સોની આજથી અનિશ્ચિતત કાલિન હડતાલ ઉપર જતા કોવિડ સહિત નોન કોવિડની તમામ કામગીરી કરી ઠપ્પ થઈ છે. જેમાં 141 નર્સો સહિત 80 ડોક્ટર હડતાલ પર ઉતર્યા છે.જો કે આ તમામ કર્મચારીઓને CPF, પ્રમોશન સહિતની પડતર માંગણીઓને લઈને હડતાલ પર ગયા છે તેમજ સરકાર જ્યાં સુધી માંગણી પુરી ન કરે ત્યાં સુધી હડતાલ પર રહેવા કટીબદ્ધ છે. જો કે આ તમામ વચ્ચે દર્દીઓની હાલત બેહાલ બની છે.
આ પણ વાંચો: સાબરકાંઠાના હિંમતનગરની સિમ્સ હોસ્પિટલની ગંભીર બેદરકારી આવી સામે
સંક્રમણનો ભોગ બની ચૂકેલા લોકો માટે નર્સ એન્ડ ડોક્ટર દેવદૂત સમાન
જો કે હાલમાં વૈશ્વિક મહામારી બની ચૂકેલા કોરોનાને પગલે દિન-પ્રતિદિન દર્દીઓ મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે, ત્યારે વિવિધ દર્દીઓ સહિત કોરોના મહામારી સંક્રમણનો ભોગ બની ચૂકેલા લોકો માટે નર્સ એન્ડ ડોક્ટર દેવદૂત ગણાય છે. ત્યારે હાલમાં છેલ્લા 10 વર્ષથી વિવિધ માંગોના પગલે હડતાળ ઉપર જવાને જતા સ્થાનિક દર્દીઓની હાલત કફોડી થઈ છે. એક તરફ ડોક્ટર તેમજ નર્સ માટે વિવિધ માગણી અંગે છેલ્લા 10 વર્ષથી કોઇ નિર્ણય લેવાયો નથી. તેવા સંજોગોમાં મહામારીના સમયમાં ડોક્ટર હડતાલ ઉપર જતા દર્દીઓ માટે ભારે સમસ્યા સર્જાઈ છે. જો કે રાજ્ય સરકાર દ્વારા આ મામલે હજુ સુધી કોઇ નિર્ણય લેવાયો નથી, ત્યારે આગામી સમયમાં સંકટ તો કેટલાય દર્દીઓના જીવ જોખમમાં આવી શકે તેમ છે.